ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલમાં વેલનેશ સેન્ટર સ્થાપવા માટે કરાર પર હસ્તાકક્ષરનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ સેન્ટરમાં 10 પથારીઓ 20 બ્લડ ટ્રાન્સફયુઝન સ્ટેન્ડ તથા બાળ દર્દીઓની અનુરૂપ રમતના સાધનો અને પુસ્તકાલય પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સંસ્થા આરએએફ ગ્લોબલએ જુનાગઢ અને નજીકના જિલ્લાઓમાં થેલેસેમિયાનો મુદ્દો હાથ ધરવાના પ્રથમ પગલા તરીકે થેલેસેમિયા વેલનેસ સેન્ટરની સ્થાપના કરવા માટ જીએમઆરએસ નજરલ હોસ્પિટલ જૂનાગઢ સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી છે. આરએફ ગ્લોબલએ એક ખાનગી બિન-સાંપ્રદાયીક, બિન-નવાકારક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે મુખ્યત્વે આફિક્રા અને એશિયામાં પસંદગીના દેશોમાં જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રતિબઘ્ધ છે. 2015થી કાર્યરત, આરએફ ગ્લોબલ ભારતમાં ભારતીય કંપની અધિનિયમ, 2013ની રલક 8 હેઠળ નોંધાયેલ છે. જેથી જૂનાગઢ સિવીલ હોસ્પિટલ સાથે થયેલા એમઓયુમાં ફાઉન્ડેશન દ્વારા આગામી છ માસમાં થેલેસેમીયા વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવશે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દેશનું પ્રથમ થેલેસેમિયા વેલનેસ સેન્ટરના કરાર
