ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ જિલ્લામાં જુલાઇ અને ઓગસ્ટ માસમાં થયેલ અતિભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાથી પાક નુકશાની અને જમીન ધોવાણ થયા અંગે નુકશાનીનો સર્વે કરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં થયેલ નુકશાનીના સર્વેની કામગીરી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. નુકશાની થઇ હોય તેવા ખેડૂતોને તેમના ખેતરમાં પાક નુકશાની કે જમીન ધોવાણ થયાનું ધ્યાને આવે તો સર્વે ટીમનો તાત્કાલિક સંપર્ક કરી, સંબંધિત ખેતરનો સર્વે કરાવવા માટે જણાવી શકે છે. આથી આ કામગીરી માટે સર્વે ટીમને જરુરી સહકાર આપવા અનુરોધ છે. વધુમાં આ અંગે ખેડૂતોએ તેમના સૂચન મોબાઇલ નં.94081 68801 પર સંપર્ક કરી આપવાના રહેશે.આ અંગેની વધુ વિગતો માટે સંબંધિત જે-તે વિસ્તારના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો, તેમ જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.