ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુલશનબાનુ મોહમ્મદભાઈ મુસાણી (રહે. રાજકોટ)વાળાએ ICICI પ્રુડેન્સિયલ લાઈફ ઈન્સ્યુરન્સ કંપની તથા ICICI બેંક સામે રૂા. 34,00,000ની ફરિયાદ કરેલી હતી, જે રાજકોટના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા વ્યાજ સાથે મંજૂર કરવામાં આવેલી છે.આ કેસની હકીકત એવી છે કે ફરિયાદી ગુલશનબાનુ મુસાણીના પતિ મોહમ્મદ આરીફભાઈ મુસાણી દ્વારા ICICI બેંક લિમિટેડ પાસેથી રૂા. 34,87,633ની હોમ લોન લીધેલી હતી. જેમાં રૂા. 26,936ના 240 હપ્તાનું એગ્રીમેન્ટ ICICI બેંક સાથે થયેલી હતી. જેમાં ઈંઈઈંઈઈં પ્રુડેન્સિયલ લાઈફ ઈન્સ્યુરન્સ કંપનીમાં લોનનો વીમો ઉતરાવેલો હતો અને નોમિની તરીકે તેમના પત્નીને રાખેલા હતા. ફરિયાદીના પતિનું કોવિડ-19ની મહામારી દરમિયાન મૃત્યુ થયેલું. ત્યારબાદ ફરિયાદ દ્વારા નોમિનીના દરજજે ICICI પ્રુડેન્સિયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની પાસે સદર રકમનો ક્લેઈમ કરવામાં આવેલો હતો. જે ICICI પ્રુડેન્સિયલ લાઈફ ઈન્સ્યુરન્સ કંપની દ્વારા નામંજૂર કરવામાં આવેલો અને હોમલોન પેટેના રૂા. 34 લાખની રકમ પોલીસી મુજબ ફરિયાદીને મળવાપાત્ર ન હોય તેવું જણાવેલું હતું. ICICI પ્રુડેન્સિયલ લાઈફ ઈન્સ્યુરન્સ કંપની તથા ICICI બેંક વતી એડવોકેટ હાજર થયેલા હતા અને વીમા કંપની તરફે સખત વાંધાઓ લેવામાં આવેલા હતા કે ફરિયાદી ગુજરનારને હાઈપર ટેન્શન તથા ડિસ્કીલીમીપિડીયા કે જે કાર્ડિયો વેસ્ક્યુલર રોગ માટે જોખમી પરિબળ હોય જે વીમો ઉતરાવતા સમયે ફરિયાદીના પતિએ છુપાવેલો હોય જેથી ફરિયાદીને સદરહુ રકમ મળવા માટે હક્કદાર નથી તેવા સખત વાંધાઓ લેવામાં આવેલા હતા.
બંને પક્ષકારો તરફે રજૂ થયેલા દસ્તાવેજો, સોગંદનામા તેમજ પુરાવા અને કેસને આનુષાંગિક કાગળોનો તલસ્પર્શી અભ્યાસ કરી પ્રમુખ જજ પી. સી. રાવલ તથા સભ્ય એમ. એસ. ભટ્ટ એવા નિષ્કર્ષ પર આવેલા કે આ કામના ગુજરનારનું મૃત્યુ ન્યુમોનિયા કોવિડ-19ની મહામારીમાં થયેલું હોય જે હોસ્પિટલની ડીસ્ચાર્જ સમરી પરથી પ્રમાણિત થાય છે, વીમા કંપની તરફે હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ હોવાનો વાંધો લેવામાં આવેલો હોય તેની સાથે મૃત્યુને કોઈ સંબંધ જણાતો નથી તેમજ વીમા કંપની દ્વારા કોઈ તબીબી પુરાવા રજૂ ન હોય જેથી ફરિયાદીની ફરિયાદ દાખલ તારીખથી 6% વ્યાજ સાથે રૂા.34,00,000 ફરિયાદીના વીમા માટે ICICI પ્રુડેન્સિયલ લાઈફ ઈન્સ્યુરન્સ કંપની, ઈંઈઈંઈઈં બેંકને ચૂકવી આપશે અને તે રકમ જમા લીધા બાદ જો કોઈ રકમ વધતી હોય તો ફરિયાદીને ચૂકવવી આપવાની રહેશે. આ કામમાં ફરિયાદી વતી રાજકોટના યુવા એડવોકેટ સ્તવન જી. મેહતા, નિકુંજ એમ. શુક્લ, હર્ષ મહેશભાઈ ત્રિવેદી, બ્રિજેશભાઈ ચૌહાણ, નીલરાજ રાણા, શ્યામભાઈ ત્રિવેદી, સત્યજીત જાડેજા, પ્રકાશભાઈ ચાવડા તથા અભયભાઈ લખતરીયા તેમજ મદદનીશ તરીકે નિશાંત ચાવડા, નિરંજનભાઈ ભટ્ટી, સનમબેન શેખ અને રુશિતભાઈ રોહિત રોકાયેલા હતા.



