કસ્ટમર કેર સેન્ટરમાં 300થી વધુ સ્ટાફ ફરિયાદો સ્વીકારી તેનું નિવારણ કરાવશે
256 સબ-ડિવિઝનમાં ત્રણ-ત્રણ કર્મચારી 24 કલાક રાઉન્ડ ધ ક્લોક તૈનાત રહેશે
3 ડિસેમ્બર 2025થી ઙૠટઈક નવી વ્યવસ્થા અમલમાં મૂકે તેવી સંભાવના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ (ઙૠટઈક)એ હવે વીજફોલ્ટ નિવારણની કામગીરીને વધુ કાર્યક્ષમ અને ઝડપી બનાવવા ખાનગી કંપનીને જવાબદારી સોંપી છે. જે સંભવત: 3 ડિસેમ્બર 2025થી આ નવી વ્યવસ્થા અમલમાં આવશે. નવી ખાનગી કંપનીના માધ્યમથી ગ્રાહકો પોતાનો ફોલ્ટ નંબર અને ફરિયાદની સ્થિતિ ઓનલાઇન અથવા કસ્ટમર કેર મારફતે ટ્રેક કરી શકશે. ફોલ્ટ રિપેરિંગ ટીમ ક્યાં પહોંચી તે પણ ગ્રાહકો ૠઙજના માધ્યમથી ટ્રેક કરી શકશે. ફરિયાદ સોલ્વ થઇ કે નહીં તે પણ ખબર પડશે. હવે ગ્રાહકને ખબર રહેશે કે તેમની ફરિયાદ ક્યા તબક્કે છે અને નિવારણ કેટલા સમયમાં મળશે. કસ્ટમર કેર સેન્ટરમાં 300થી વધુ સ્ટાફ ગ્રાહકોની ફરિયાદો સ્વીકારી અને તેનું સમયસર નિવારણ સુનિશ્ચિત કરશે.
અગાઉ ગ્રાહકોને વીજફોલ્ટ વખતે ફોન દ્વારા સંપર્ક ન થવો, ફોલ્ટ એટેન્ડમાં વિલંબ થવો અથવા યોગ્ય જવાબ ન મળવાના પ્રશ્નો ઊભા થતા હતા. હવે આ તકલીફ દૂર થશે. નવી વ્યવસ્થાથી હવે દરેક 256 સબ-ડિવિઝનમાં ત્રણ-ત્રણ કર્મચારી 24 કલાક રાઉન્ડ ધ ક્લોક વીજફોલ્ટ નિવારણની કામગીરી માટે તૈનાત રહેશે. વધારાના ત્રણ કર્મચારીઓ બેકઅપ તરીકે હાજર રહેશે જેથી કોઈપણ ફોલ્ટ સમયે વિલંબ ન થાય. આ વ્યવસ્થાથી સૌરાષ્ટ્ર-કચ્છના લાખો વીજગ્રાહકોને લાભ મળશે. વીજપુરવઠામાં ખલેલ પડે ત્યારે હવે ઝડપી પ્રતિસાદ મળશે, ફરિયાદનો રેકોર્ડ ડિજિટલ રીતે ઉપલબ્ધ રહેશે અને સર્વિસ ક્વોલિટી પણ સુધરશે.
- Advertisement -
PGVCL ખાનગી નવી સિસ્ટમ માટે વર્ષે રૂ.9 કરોડ ત્રણ વર્ષ સુધી ચૂકવશે
ગુજરાતમાં મધ્ય ગુજરાત વીજકંપનીમાં આ મોડલ સફળ સાબિત થયું બાદ હવે પશ્ચિમ ગુજરાત વીજકંપનીએ પણ આ દિશામાં પગલું ભર્યું છે. ઙૠટઈક દ્વારા ખાનગી કંપનીને પ્રતિવર્ષ રૂ.9 કરોડ જેટલી રકમ ત્રણ વર્ષ સુધી ચૂકવવામાં આવશે, જેના બદલે કંપની સતત, ગુણવત્તાયુક્ત સેવા આપશે. મળતી માહિતી મુજબ હાલના ક્લાર્ક અને લાઇનમેનમાંથી અનુભવી કર્મચારીઓ સુપરવાઇઝર તરીકે નવી ટીમને માર્ગદર્શન આપશે.
એકસાથે 200 ગ્રાહકો ફોન કરી સમસ્યા જણાવી શકશે
ફોલ્ટ સેન્ટરની કામગીરીનો આગામી સપ્તાહે ડેમો કરાશે. જેમાં ગ્રાહકનો ફરિયાદ માટે કોલ આવે ત્યારથી લઈને ફરિયાદ જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી તેને ટ્રેક કરવામાં આવશે. કસ્ટમર કેરમાં 200 લાઈનવાળી સિસ્ટમ કાર્યરત થશે જેમાં એકસાથે 200 ગ્રાહકો ફોન કરી સમસ્યા જણાવી શકશે.



