પેલેસ રોડ પર દબાણ હટાવ શાખાની કામગીરી
15-20 ફૂટનો રોડ છતાં ત્રણ માળ ચણવાની મંજૂરી કોણે આપી?
ગરીબોના આશિયાના છીનવતા તંત્રને અમીરોના મહેલ કેમ દેખાતા નથી?
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની દબાણ હટાવ શાખા દ્વારા ગેરકાયદે બાંધકામ કરનાર આસામીઓનું બાંધકામ તોડી પાડવાની ઝુંબેશ છેલ્લા કેટલાય સમયથી હાથ ધરવામાં આવી રહ્યું છે. ગરીબ લોકોના ઘર જેમાં તેમનો પરિવાર નાના બાળકો સાથે વસવાટ કરે છે તેવા ઘરને પણ તંત્ર દ્વારા બેઘર કરવામાં આવે છે. આમ તો નિયમો બધા જ લોકો માટે સરખા હોય છે પરંતુ અહીં તો અમીરો માટે કોઈ નિયમો નહીં અને ગરીબો માટે નિયમો લાગુ કરવામાં આવે છે, આ ક્યાંનો ન્યાય છે?
- Advertisement -
આજરોજ રાજકોટના પેલેસ રોડ પર સોના-ચાંદીના વેપારીઓએ પોતાના શોરૂમ આગળ ચણેલા મોટા-મોટા ઓટલા અને હોર્ડિંગ્સ મનપાની દબાણ હટાવ શાખા દ્વારા હટાવવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટના વોર્ડ નં. 7ના પ્રહલાદ પ્લોટ શેરી નં. 14માં ત્રણ માળનું ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે ત્યારે શું તંત્રને આ બાંધકામ કેમ દેખાતું નથી? શું આ ઈમારત કોઈ અમીર, સત્તાધીશ કે કહેવાતા માનીતાનું છે? તેવા પ્રશ્ર્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. આ શેરીમાં આશરે માત્ર 15થી 20 ફૂટનો જ રસ્તો છે ત્યારે માત્ર 15થી 20 ફૂટના રસ્તામાં ત્રણ માળની મંઝીલ ચણવાની કામગીરી માટે કોઈ મંજૂરી અપાતી નથી તો અહીં આ મંજૂરી કેમ આપવામાં આવી? તેવા અનેક પ્રશ્ર્નો છે. રાજકોટમાં આવા એક નહીં પરંતુ અનેક એવા બાંધકામો છે જે ગેરકાયદે બાંધવામાં આવે છે તો આ અમીરો સામે તંત્ર કેમ કોઈ પગલાં લેતી નથી? ગરીબોના આશિયાના છીનવતા તંત્રને અમીરોના મહેલ કેમ દેખાતા નથી અને આ 15થી 20 ફૂટના રસ્તા પર ત્રણ માળ ચણવાની મંજૂરી કોણે આપી?
રાજકોટના પેલેસ રોડ પર સોના-ચાંદીના વેપારીઓએ પોતાના શોરૂમ આગળ ચણેલા મોટા-મોટા ઓટલા અને હોર્ડિંગ્સ મનપાની દબાણ હટાવ શાખા દ્વારા હટાવવામાં આવી રહ્યા છે.