ખાસ-ખબર સંવાદદાતા
ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં જૂનાગઢ, જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં અમૃત સરોવર પ્રવાસન સ્થળ બન્યાં જેમાં જામનગર તા.2 ઓગષ્ટ, 2023 આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કરવા અને તેમાં સરકાર ઉપરાંત સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ, ઉદ્યોગગૃહો વગેરેને યોગદાન આપવા માટે કરેલા આહ્વાનને સ્વીકારીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રણ જિલ્લાના ચાર સ્થળોએ અમૃત સરોવર નજીક પ્રવાસન યોગ્ય વિકાસ કરીને તેમની કલ્પનાને સાકાર કરવામાં આવી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં જૂનાગઢ, જામનગર અને દ્વારકા જિલ્લામાં ચાર સ્થળોએ બેનમૂન ‘અમૃત સરોવર’નો વિકાસ કરી વહીવટી તંત્રને સોંપવામાં આવ્યાં છે.