જિલ્લામાં 75 સરોવરને રળિયામણા બનાવાશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનને ઝીલી, જૂનાગઢ જિલ્લામાં આવેલા અમૃત સરોવર વિકસાવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે.
હાલમાં 49 જેટલા સરોવરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. તેમજ બાકી અન્ય સરોવરને વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છે.કલેકટર દ્વારા અમૃત સરોવરના નિર્માણ કાર્યની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
આ સાથે તેમણે સંબંધીત અધિકારીઓને અમૃત સરોવરના નિર્માણ કાર્યને વહેલી તકે પૂર્ણ કરવા માટે પણ નિર્દેશ આપ્યા હતા. જેથી જળસંચયનો હેતુ સિદ્ધ થવાની સાથે લોકોને રમણીય સ્થળો પણ ઉપલબ્ધ થઈ શકે. કેન્દ્ર-રાજ્ય સરકારના જુદી- જુદી યોજનાઓ અને અભિયાનો હેઠળ અમૃત સરોવરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. જેમાં તળાવની આસપાસ સૌંદર્યકરણની કામગીરી કરવામાં આવી રહી છે.