મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં આવેલી મોટી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. જિલ્લાના વિષ્ણુપુરીમાં આવેલા ડો. શંકરરાવ ચૌહાણ મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલમાં વિતાવેલા કેટલાક કલાકમાં સાત વધુ દર્દીની મોત થઇ છે. આ પહેલા 24 કલાકના સમયગાળામાં 24 દર્દીઓએ દમ તોડયો હતો, જેમાં 12 નવજાત બાળકોનો સમાવેશ થાય છે. આ પછી ગઇકાલની રાત્રે 4 અને નવજાત બાળકો સહિત 7 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. જેની સાથે જ શંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં દર્દીઓની સંખ્યા વધીને 31 થઇ ગઇ છે.
મહારાષ્ટ્રના મરાઠાવાડ વિસ્તારમાં બીજા પ્રમુખ સરકારી હોસ્પિટલમાં આટલી મોટી સંખ્યામાં દર્દીઓની મોત થટા પ્રશ્નો ઉઠી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં 30 ડિસેમ્બરની રાત્રે 12 વાગ્યાથી 1 વાગ્યાની વચેચે 24 દર્દીઓની મોત થઇ હતી. જેમાં સૌથી વધારે બાળકો મૃત્યુ પામ્યા હતા, બીજા હાલ પણ ગંભીર સ્થિતિમાં છે. આની સાથે જ સાપનો ડંખ, ઝેર ખાવા તેમજ બીજી બિમારીઓથી પીડિત 12 લોકોની મૃત્યુ થઇ છે,
- Advertisement -
#WATCH | Maharashtra | Dr Shyamrao Wakode, Dean of Govt Medical College Nanded says, "In the last 24 hours, 24 people lost their lives. Around 12 children (1-2 days old) died in the last 24 hours. These children were suffering from different ailments. Among the adults, there were… pic.twitter.com/FG6ZH3EYD9
— ANI (@ANI) October 3, 2023
- Advertisement -
38 નવજાત બાળકો ગંભીર હાલતમાં
હાલમાં નાંદેડના સરકારી હોસ્પિટલમાં 138 નવજાત બાળકોની સારવાર ચાલી રહી છે. જેમાં 38 નવજાત બાળકોની સ્થિતિ ગંભીર છે. હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું કે, 25 બીજા દર્દીઓની સ્થિતિ ગંભીર છે. મૃતકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, સ્વાસ્થ્ય વ્યવસ્થાની બેદરકારીને લીધે દર્દીઓની મોત થઇ રહી છે. જયારે દવાઓની અછતનો પણ આરોપ લગાવ્યો હતો.
હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું કે, નાંદેડના શંકરરાવ ચૌહાણ હોસ્પિટલ મરાઠાવાડાની બીજી મોટી હોસ્પિટલ છે. હોસ્પિટલના ડીન એસઆર વાંકોડેએ જણાવ્યું કે, અમારી હોસ્પિટલમાં સારવાર માટે આશપાસના યવતમાલ, નાંદેડ, પરભણી, હિંગોલી, લાતૂર અને તેલંગણા રાજ્યના દર્દીઓ ગંભીર હાલતમાં આવે છે. અમે તેમની સારવાર માટે દરેક પ્રયત્ન કરીએ છીએ. જે પણ મૃત્યુ થઇ રહ્યા છે, તેઓ હોસ્પિટલમાં થયેલ કોઇ ઇન્ફેક્શનથી મરી નથી રહ્યા, તેમજ દવાની અછત પણ નથી.
સરકાર તપાસના આદેશ આપશે
આ દુર્ઘટના પછી રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. જયારે, હોસ્પિટલ પ્રશાસન બેદરકાર જોવા મળી રહી છે. આ વચ્ચે, મહારાષ્ટ્ર કેબિનેટ આજે બેઠકમાં નાંદેડ હોસ્પિટલમાં થયેલા દર્દીઓના મૃત્યુ અંગે ચર્ચા કરશે. કેબિનેટ આ બેઠકને લઇને તપાસ સમિતિ બનાવવા પર નિર્ણય કરી શકે છે.