NIAએ ગુરુવારે PFIનાં દેશભરમાં ઘણા સ્થાનો પર છાપા માર્યા, જેથી જાણ થઇ કે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પટના યાત્રાને ટારગેટ કરવાની યોજના બનાવી હતી.
NIAએ PFIનાં 106 લોકોને અરેસ્ટ કર્યા
- Advertisement -
એનઆઈએએ ગુરુવારે સવારે જ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાનાં દેશભરમાં ઘણા સ્થાનો પર છાપા માર્યા અને 106 લોકોને અરેસ્ટ પણ કર્યા હતા. NIAએ આટલી મોટી કાર્યવાહી આ સંગઠનનાં આતંકીઓથી કનેક્શનની શંકાને કારણે કરી. હવે PFI સાથે જોડાયેલ એક મેમ્બરે પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. આ મેમ્બરે જણાવ્યું છે કે આ સંગઠનનાં નિશાના પર પીએમ નરેન્દ્ર મોદીની પટના યાત્રા હતી. તેમને આ દરમિયાન ટ્રેનીંગ પણ આપવામાં આવી હતી કે કેવી રીતે માહોલ ભડકાવવાનો છે. જોકે, તેઓ આ કાર્યને અંજામ ન દઈ શક્યા. જણાવવામાં આવી રહ્યું છે કે સંગઠનને દુનિયાભરથી 200 કરોડ રૂપિયા કરતા પણ વધારે ફંડ મળ્યો છે.
Crackdown on PFI was named Operation Octopus: Sources
Over 106 PFI members were arrested in multiple raids carried out by a joint team of NIA, ED & state police across 11 states on 22nd September
- Advertisement -
— ANI (@ANI) September 24, 2022
પીએમ મોદીની પટના યાત્રાને નિશાનો બનાવવા માંગતું હતું PFI
જાણકારી અનુસાર, જે આરોપીએ આ ખુલાસો કર્યો છે, તેનું નામ શફીક પેઠ છે. ઇડી અને એનઆઈએ બંનેએ મળીને આ છાપો માર્યો હતો અને મામલામાં બંને એજન્સીઓ સતર્ક રૂપથી કામ કરી રહી છે. ઇડીએ જ્યારે શફીકને પૂછ્યું તો તેણે જણાવ્યું કે પીએમ મોદીની 12 જુલાઈનાં રોજ પટના યાત્રા દરમિયાન માહોલ ખરાબ કરવાની યોજના બનાવવામાં આવી હતી. આ દરમિયાન સંગઠને અમુક સદસ્યને માહોલ બગાડવાની ટ્રેનીંગ પણ આપી હતી. જોકે, આ કાર્યને તેઓ અંજામ આપી શક્યા ન હતા.
પૂછપરછમાં ખુલાસો થયો છે કે PFI દેશમાં આતંક ફેલાવવા માંગે છે. તે દેશનાં સદભાવ સામે અપરાધિક ષડયંત્ર રચી રહ્યા છે. તેઓ ધાર્મિક દંગાઓ ભડકાવવાની કોશિશમાં લાગ્યા છે. સાથે જ એક ટેરર ગ્રુપને તૈયાર કરવાની ટ્રેનીંગ, હથિયાર અને ગોળા બારૂદ એકત્ર કરવામાં લાગ્યા છે, જેથી દેશનાં મહત્વપૂર્ણ સ્થાનો અને પ્રતિષ્ઠિત લોકોને ટારગેટ કરી શકે.
PFI office bearers were recruiting Muslim youth to join proscribed organisations like ISIS: NIA
Read @ANI Story | https://t.co/2daWZPMvWz#PFI #NIA #NIARaidsPFI #Terrorists pic.twitter.com/NHmLG6lKSn
— ANI Digital (@ani_digital) September 23, 2022
અબજોમાં લેવડ દેવડ, કોઈ હિસાબ નહીં
તપાસમાં જાણ થઇ કે ગત એક વર્ષમાં જ PFIનાં અકાઉન્ટમાં 120 કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે. પૈસા મોકલનાર લોકોની પણ તપાસ ચાલી રહી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, સંગઠન પાસે અકાઉન્ટમાં આવેલા 120 કરોડથી બમણા પૈસા તો કેશમાં ભેગા કરવામાં આવ્યા હતા. આ કરોડોની રકમ ન માત્ર ભારતનાં વિસ્તારોથી પણ વિદેશોથી પણ જમા કરવામાં આવી છે. સંગઠન પાસે આ પૈસાનો ઉપયોગ દેશ વિરોધી ગતિવિધિઓમાં કરવાના પુરાવા પણ છે.