જમ્મૂ-કાશ્મીરમાં રાજ્ય પોલીસ અને ભારતીય સુરક્ષાદળોની સંયુક્ત કાર્યવાહીમાં બાંદીપોરામાં સશ્કર-એ-તૈયબાના આતંકી મોડયૂલના પ્લાનિંગ સામે આવ્યા હતા. આ એન્કાઉન્ટરમાં ભારતીય જવાનોના બે આતંકી સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.
જમ્મૂ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. આધિકારીઓના જણાવ્યા અનુસાર, બાંદીપોરા પોલીસના 13 રાષ્ટ્રીય રાયફલ્સ અને સીઆરપીએફની સાથે ગંદબલ નર્સરીમાં શરૂ કરેલા સર્ચ ઓપરેશન દરમ્યાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે જોડાયેલ બે સક્રિય આતંકવાદીઓની ધરપકડ કરી છે.
- Advertisement -
ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ રખ હાજિન નિવાસી મુસૈબ મીર ઉર્ફ મોયા અને ગુલશનબાદ હાજિન રહેવાસી એરાફાત ફારૂક વાગે ઉર્ફ ડો. આધિલના રૂપમાં થઇ છે. પોલીસના જણાવ્યા અનસુરા, બંન્ને આતંકીઓની પાસે 1 એકે-47, 1 એકે-56 રાયફલ, 4 એકે સીરીઝની મૈગઝઈન, આરડીએક્સ પાઉડર, ડેટોનેટર, આઇઇડી મૈકેનિઝઅમ, રિમોટ કંટ્રોલ, લૂઝ વાયર, લોખંડના પાઇપ સહિત આપત્તિજનક સામગ્રી જપ્ત કરી છે.
તેમણે વધુ જાણકારી આપતા કહ્યું કે, બે આતંકી સહયોગીઓની ઓળખ વાંગીપોરા સુંબલ નિવાસી ઇમરાન મજીદ મીર ઉર્ફ જાફર ભાઇ અને વહાબ ર્પ મોહલ્લા હાજિન રહેવાસી સુરૈયા રાશિદ વાની ઉર્ફ સેન્ટીના રૂપમાં આપી હતી. તેમની પાસેથી બે હાથગોળા અને બીજી આપત્તિજનક સામગ્રી જપ્ત કરી હતી.
શરૂઆતની તપાસમાં સામે આવ્યું કે, તપાસમાં આતંકવાદી મોડયૂલના પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરથી લશ્કરના આતંકવાદી કમાન્ડર સમામા ઉર્ફ બાબર દ્વારા નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. આતંકિઓ લોકોના મનમાં ડર પેદા કરવા માટે સુરક્ષાદળો પર મોટો હુમલો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
- Advertisement -