- 1 એપ્રિલ 2025થી તેનો અમલ શરૂ થઈ શકે છે.
સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગોને સ્પર્શતા પેમેન્ટ સંબંધી આવકવેરા કાયદામાં ફેરફાર સામેના ઉહાપોહ બાદ છેવટે કેન્દ્ર સરકારે રાહત આપવાનો સંકેત
આપ્યો છે. આ કાયદાનો અમલ એક વર્ષ પાછો ઠેલવામાં આવે તેવી શકયતા છે. 1 એપ્રિલ 2025થી તેનો અમલ શરૂ થઈ શકે છે.
એમએસએમઈ એકમોને 45 કે 45 દિવસમાં પેમેન્ટ ફરજીયાત બનાવવામાં આવ્યું છે. સમયસર પેમેન્ટ ન થવાના સંજોગોમાં માલ ખરીદનાર કરદાતાએ તે રકમને આવક તરીકે દર્શાવવાની અને ટેકસ ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. નાના એકમોને માલનુ પેમેન્ટ સમયસર મળે અને તેઓને લીકવીડીટીની કોઈ સમસ્યા ન સર્જાય તેવા ઉદેશથી કેન્દ્ર સરકારે આ કાયદાકીય સુધારો કર્યો હતો પરંતુ વેપારઉદ્યોગમાં વર્ષોથી લાંબી ઉધારીનુ ધોરણ પ્રવર્તતુ હોવાથી નવા કાયદાથી પ્રક્રિયા વેરવિખેર થઈ જવાની આશંકાથી વ્યાપક વિરોધ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
ગુજરાત સહિતના વેપારી સંગઠનો દ્વારા આ કાયદા સામે વિરોધ દર્શાવીને નાણામંત્રી નિર્મલા સીતારામન સમક્ષ રૂબરૂ રજુઆત પણ કરવામાં આવી હતી. એમએસએમઈમાં રજીસ્ટર્ડ એકમો માટેની 43બી(એચ)ની જોગવાઈ રદ કરવા અથવા તેનો એક વર્ષ પાછો ઠેલવાની માંગ કરવામાં આવી હતી. લાંબાવખતથી ચાલતા
વિરોધ બાદ કેન્દ્ર સરકારે હવે તેમાં રાહત આપવાની વિચારણા શરૂ કર્યાના અને નિયમનો અમલ એક વર્ષ મુલત્વી રાખવાની તૈયારી કર્યાના નિર્દેશ છે.
આ કાયદાકીય સુધારાની તમામે તમામ વેપાર ઉદ્યોગ પર અસર છે છતાં સૌથી વધુ પ્રત્યાઘાત કાપડ-ટેકસટાઈલ્સ ઉદ્યોગમાં છે જયાં 6-6 મહિના ઉધારીનું ધોરણ છે.