કેરળ હાઇકોર્ટે રેપની જુઠી ફરિયાદ રદ કરી
યુવતીને ખ્યાલ હતો કે યુવક પરણીત છે, બન્ને એકબીજાની મરજીથી સંબંધમાં રહ્યા હતા : હાઇકોર્ટ
- Advertisement -
કેરળમાં જુઠા રેપના કેસનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે હાઇકોર્ટે આ આરોપોને રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ હાઇકોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે યુવતીને એ વાતનો ખ્યાલ હતો કે તે જે પુરુષ સાથે સંબંધમાં છે તે પરણીત છે. અને બન્ને મરજી અને સહમતીથી સંબંધમાં જોડાયા હતા. યુવતીને લગ્નનું વચન પણ નહોતુ આપ્યું ના તો તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો, આ રેપ નહીં પણ પ્રેમ અને પેશનનો મામલો છે.
આ સમગ્ર મામલામાં યુવતીએ આરોપીની સામે લગ્નનું જુઠુ વચન આપીને સંબંધ બનાવવાની કલમ 420 અને 406, રેપની કલમ 376 અંતર્ગત ફરિયાદ દાખલ કરાવી હતી. આ ફરિયાદને દાખલ કરવાની માગણી સાથે યુવકે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ દરમિયાન હાઇકોર્ટે દલિલો બાદ પોતાનો ચુકાદો આપતા કહ્યું હતું કે આ સમગ્ર મામલામાં ક્યાંય પણ એ સાબિત નથી થતું કે યુવક પોતે પરણીત હોવાની માહિતી યુવતીથી છુપાવી હતી. યુવતીને આ અંગેની જાણકારી હતી છતા તે તેની સાથે સંબંધમાં રહી હોવાનું પુરવાર થયું છે.
હાઇકોર્ટે એમ પણ કહ્યું હતું કે આરોપીએ લગ્નનું વચન આપ્યું હોય તે અને વિશ્વાસઘાત કર્યો તે પણ સાબિત નથી થતું, તેથી આ સમગ્ર મામલો રેપનો નહીં પણ પ્રેમ અને પેશનનો છે. એકબીજાની સહમતથી આ સંબંધ બન્યા છે. બાદમાં હાઇકોર્ટે આ મામલામાં આરોપી સામે દાખલ ફરિયાદને રદ કરી દીધી હતી. દલિલોમાં સામે આવ્યું કે બન્ને એકબીજાને 2010થી જાણતા હતા, લગ્ન પહેલા પણ યુવક અને યુવતીના સંબંધ હતા, લગ્ન બાદ પણ તે જારી રહ્યા હતા. જોકે આ દરમિયાન યુવતીએ બાદમાં રેપનો કેસ દાખલ કરાવી દીધો હતો, જેને હવે કોર્ટે રદ કરવાનો આદેશ આપ્યો હતો.