ભૂગર્ભ ગટર અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ યોજનામાં ગેરરીતિ
પ્રી-મોન્સુનની કામગીરીમાં ક્યાંક ક્ષતિ રહી ગઈ હોવાનું ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્વીકાર્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.30
ગાંધીભૂમિ પોરબંદરમાં આજે પોરબંદર કોંગ્રેસ દ્વારા ભાજપના ભ્રષ્ટાચારના વિરૂદ્ધ રામધૂન બોલાવવામાં આવી હતી. બાલુબા કન્યા શાળા નજીક રોડ પર યોજાયેલી આ રામધૂનમાં માત્ર 8 થી 10 લોકોના જ મૂઠભેર લોકો જોવા મળ્યા હતા, જેના કારણે પોરબંદર વિપક્ષ નબળો સાબિત થઈ રહ્યો છે. કોંગ્રેસના આક્ષેપો મુજબ, 2012 થી વર્ષ 2023-24 સુધીમાં પોરબંદર નગરપાલિકાને અંદાજે 6000 કરોડ રૂપિયાની આર્થિક મદદ મળી છે. તેમ છતાં ભૂગર્ભ ગટર, સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને આવાસ યોજનાઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભૂગર્ભ ગટર યોજનામાં ગેરરીતિ થયાનું આઠ વર્ષ પહેલા પણ સાબિત થયું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારપૂર્વક જણાવ્યું કે, પોરબંદર શહેરમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જે માટે ભાજપ શાસિત નગરપાલિકા જવાબદાર છે.
ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળ જતી રહી છે અને પ્રિમોન્સુન કામગીરીમાં પણ પાલિકાનું તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના આ રામધૂનમાં ભાગ લેવા માટે માત્ર 8 થી 10 લોકો જ આવ્યા હતા, જે પોરબંદર વિપક્ષના નબળા પડકારને દર્શાવે છે.આ રામધૂનને લઈને ભાજપના શાસકો પર પ્રહાર કરતા કોંગ્રેસે કહ્યું કે, પોરબંદરમાં ભાજપની શાસનાવાળી નગરપાલિકાની ગેરજવાબદારીને કારણે લોકો હાડમારીનો સામનો કરી રહ્યા છે. આ બાબતે વધુ માહિતી મેળવવા માટે બાલુબા ક્ધયા શાળા નજીકના લોકોના પ્રતિસાદ મેળવવામાં આવ્યા, જેણે કોંગ્રેસના આ આક્ષેપોને મજબૂતી આપી.