રાહુલ ગાંધીનો ઉમેદવારી નોંધાવતા પહેલા વાયનાડમાં રોડ શો, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર
લોકસભા ચૂંટણીને લઈ વાયનાડ બેઠક પરથી આજે કોંગ્રેસના રાહુલ ગાંધી ઉમેદવારી પત્ર ભરવાના છે. જે અંતર્ગત કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ઉમેદવારી નોંધાવતા પહેલા વાયનાડમાં રોડ શો કરી રહ્યા છે. રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર છે. તેમણે કલપેટ્ટાથી રોડ શોની શરૂઆત કરી હતી.
- Advertisement -
"I treat you like my family, not as a mere electorate": Rahul Gandhi in Wayanad
Read @ANI Story | https://t.co/nVJNrXcgdV#RahulGandhi #Wayanad #Congress #LokasabhaElection2024 pic.twitter.com/Gb8hKuT5Oz
— ANI Digital (@ani_digital) April 3, 2024
- Advertisement -
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના મહાસચિવ કેસી વેણુગોપાલ અને દીપા દાસ, AICCની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના પ્રભારી કન્હૈયા કુમાર, રાજ્ય વિધાનસભામાં વિપક્ષ વીડી સતીસન અને KPCC (કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ)ના કાર્યકારી પ્રમુખ. એમ એમ હસન પણ રોડ શોમાં સામેલ છે.
#WATCH | Congress sitting MP and candidate Rahul Gandhi conducts a roadshow in Wayanad – his constituency before filing his nomination.
His sister and party's general secretary Priyanka Gandhi Vadra is also accompanying him. pic.twitter.com/oFox4aKFB1
— ANI (@ANI) April 3, 2024
કોંગ્રેસે કહ્યું છે કે, રોડ શો બપોરે અહીં સિવિલ સ્ટેશન પાસે સમાપ્ત થશે ત્યારબાદ રાહુલ જિલ્લા મેજિસ્ટ્રેટને પોતાનું નામાંકન પત્ર રજૂ કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 10,92,197 મતોમાંથી 7,06,367 મત મેળવ્યા હતા, જ્યારે તેમના નજીકના હરીફ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના પી પી સુનીરને માત્ર 2,74,597 મત મળ્યા હતા. કેરળમાં આ વર્ષે લોકસભા ચૂંટણી માટે મતદાન 26 એપ્રિલના રોજ થશે.