બનાસકાંઠાના સાંસદ વિરુધ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં સી.એમ સરકાર (ચિંતન મહેતા) નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અપમાનજનક પોસ્ટ કરી હતી જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરને “ગદ્દાર” અને “હિન્દુની પીઠમાં છરો ઘોપ્યો” હોવાની ભાષાનો પ્રયોગ કરતા કોંગ્રેસ હવે આ મુદ્દે આકરા વલણમાં નજરે પડી રહી છે સંસદ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં રાજ્યમાંથી અનેક કોંગ્રેસ કાર્યકરો દ્વારા આ પ્રકારનો વાણી વિલાસ અને ટિપ્પણી કરતા શખ્સ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે તેવામાં પાટડી ખાતે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત કોંગી કાર્યકરો દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈ મહિલા સાંસદ વિરુધ થયેલ પોસ્ટ અને અપમાનજનક શબ્દો સામે ગુન્હો નોંધવા માંગ કરાઈ હતી જેને લઇ પાટડી કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થઈ જાહેર રોડ પર ભજો વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને બાદમાં પાટડી પોલીસ મથક ખાતે મહિલા સાંસદ ગેનીબેન અંગે ટિપ્પણી કરનાર વિરુધ ગુન્હો નોંધવાની માંગ કરી હતી.


