Ph.d ની પ્રવેશ પ્રક્રિયાનો મામલો ઉગ્ર બન્યો
યુનિવર્સિટીમાં કુલપતિ ચેમ્બર બહાર કોંગ્રેસ વિદ્યાર્થી કાર્યકરોએ ધરણા કરીને રામધૂન બોલાવી
- Advertisement -
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.dની પ્રવેશ પ્રક્રિયા નિયમો વિરુદ્ધ અને અનેક ગેરરીતિઓ થયા મામલે કોંગ્રેસના વિદ્યાર્થી આગેવાનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા માટે આજ રોજ યુનિવર્સિટીમાં કુલપતિ ચેમ્બર બહાર કોંગેસના વિદ્યાર્થી કાર્યકરોએ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરીને રામધૂન બોલાવી હતી. તેમજ તેમણે ચેમ્બરની દિવાલો પર,” છેલ્લા 7 દિવસથી કુલપતિ ગુમ થયેલ છે તેને શોધી આપે એમને રૂ.1111 નું ઇનામ …” લખેલા બેનર માર્યા હતા. આ કાર્યક્રમના બે દિવસ પહેલા પણ મેરીટ લિસ્ટની યાદીની હોળી કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો, અને કુલપતિને જાહેરમાં ચર્ચા કરવા માટે પડકાર પણ ફેંકયો હતો.

જો કે આ બાબતે કોંગ્રેસના વિદ્યાર્થીનેતાએ આ મામલે વધુ જણાવ્યું હતું કે અમને અનેક વિદ્યાર્થીઓની ફરિયાદો મળી છે ઙવમની પ્રવેશ પ્રક્રિયામાં સતાધીસોએ પોતાની મનમાની ચલાવી નિયમો વિરુદ્ધ પોતાના લાગતા વળગતાને પ્રવેશ આપી દીધો છે. યુનિવર્સિટીએ ઙવમમાં પ્રવેશ પહેલા ખાલી પડેલી જે જગ્યાઓ જાહેર કરી તેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો નથી અને ઙવમના ગાઇડોની અવળચંડાઇને પ્રોત્સાહન સતાધીસો આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો. કમ્પ્યુટર સાયન્સમાં 8 બેઠકો ખાલી હતી જો કે પ્રવેશ માત્ર 2 જ વિદ્યાર્થીઓને આપ્યો! જે વિદ્યાર્થી નેટસ્લેટ કક્ષાની એન્ટ્રેન્સ અને મેરીટ પરીક્ષાઓ પાસ કરી છતાં તેઓના પ્રપોઝલ અયોગ્ય ઠેરવવાના બહાના આપી વિધાર્થીઓના હક પર તરાપ આ સતાધીસો મારી રહ્યા છે. આવા દરેક ભવનોમાં નિયત ખાલી બેઠકો કરતા ઓછા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપ્યો તે નિંદનીય બાબત છે.જે જે ભવનોમાં Ph.dમાં પ્રવેશ આપ્યો તેમાં ડીઆરસીના માર્ક્સ અને ટોટલ મેરીટ મુક્યા વગર જ લોલમલોલ મળતીયાવને ઘુસાડી દીધા છે. અનામત રોટેશન અને દિવ્યાંગોની રિઝર્વ સીટોનો નિયમોનો પાલન કર્યું નથી. ઇતિહાસ ભવનમાં પ્રપોઝલ જમા કરાવવાના અંતિમ સમય તા.27 સાંજ સુધી હતી અને તા.26 ના સાંજે તો ડીઆરસી પૂર્ણ કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધો ! સત્તાધીશોની જવાબદારી બને કે કોઈ પણ પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શકતા જળવાવી સાથે વિદ્યાર્થીઓના હક અધિકાર મળવા જોયે પરંતુ અહીંયા સાવ ઉલટું થયું તે શરમજનક છે.
જર્નાલિઝમ ડીપાર્ટ.માં ઉછઈના અધ્યક્ષ તુષાર ચંદારાણા પોતે પણ ઙવમ થયેલા નથી.આ તમામ બાબતોને લઇને કુલપતિને જાહેર ચર્ચા વિચારણા કરવા માટે પડકાર ફેંકવામાં આવ્યો હતો, છતાં પણ તેઓ છેલ્લા 7 દિવસથી યુનિવર્સિટીની ચેમ્બરમાં આવ્યા નથી,કુલપતિ બંગલેથી વહીવટ ચલાવે છે. આમ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. આ કાર્યક્રમમા વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત, જીત સોની, યશ ભીંડોરા, પ્રદ્યુમ્ન બારડ, સુનિલ સોરઠીયા, મોહીદ સેતા સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
- Advertisement -



