કોંગ્રેસપક્ષના નેતા અમિત ચાવડા અને સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાને FRC અને સ્કૂલોના સાંઠગાંઠથી વાફેક કરી રજુઆત કરી
ખાસ-ખબર સંવાદદાતા
ખાનગી સ્કૂલોના તોતિંગ ફી વધારા મામલે વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત અને ગજઞઈં ના પ્રદેશ ઉપપ્રમુખ દિગ્વિજય દેસાઈ, પ્રદેશ મહામંત્રી અભિરાજ તલાટીયા,ઉમંગ દેસાઈ સહીત આજે ગુજરાત વિધાનસભા પરિસરમાં કોંગ્રેસપક્ષની ઓફિસ પર અમિત ચાવડા અને અર્જુન મોઢવાડીયાને મુદ્દાસર રજુઆત કરી હાલની પરિસ્થિતિની વાલીઓની વેદનાઓથી વાફેક કર્યા હતા. રજુઆતમાં જણાવ્યું હતું ખાનગી સ્કૂલો અને ઋછઈની મિલીભગતથી ફીમાં તોતિંગ વધારાની મંજૂરી મળી રહી છે અને વાલીઓને કમરતોડ માર પડી રહ્યો છે. મતલબ વગરની ઋછઈ માં સ્કૂલોના ખોટા ખર્ચાઓ બાબતે પણ લોલમલોલ ચાલી રહ્યું હોય અને અમુક સ્કૂલો માત્ર વેપલો લઈને બેઠી તેના પર કાર્યવાહી કરવા બાબતે રજુઆત કરી હતી. ઋછઈ માં સ્કૂલોએ જેટલો ફી વધારો માંગે અને તેની ઓડિટ અને ઇન્સ્પેક્શન કર્યા વગર કરવાની વહીવટ થતી હોવાની માહિતી આપી હતી. તેઓએ હેલ્પલાઇન નંબર પર વાલીઓની ફરિયાદો બાબતે વિસ્તૃત ચર્ચોઓ કરી આગામી સમયમાં વિધાનસભાના ગૃહમાં પુરાવાઓ સાથે આ મુદ્દે સરકારને કઈ રીતે ઘેરી શકાય અને વાલીઓની સમસ્યાનો અંત કઈ રીતે લાવી શકાય તે અંગે પણ ચર્ચાઓમાં થઇ હોવાનું જણાવ્યું હતું. આ વિધાસભામાં શિક્ષણ બાબતે પ્રશ્નોત્તરી અને ચર્ચાના દિવસનો સમય પહેલા વાલીઓના પ્રતિનિધિ મંડળ રૂબરૂ બોલાવી સમસ્યાઓથી માહિતગાર કરવા અમિત ચાવડાએ કાર્યકરોને જણાવ્યું હતું જેથી વાસ્તવિક પરિસ્થિતિ તેઓને ખ્યાલ આવી શકે.
- Advertisement -
તેઓએ અંતમાં જણાવ્યું હતું કે અમેં ચાલુ કરેલ હેલ્પલાઈન નંબર પર ખાનગી સ્કૂલોની ફી વધારા મામલે અનેક વાલીઓ ફરિયાદો કરી રહ્યા છે અને અમુક સ્કૂલો ખોટા ઉંચા ખર્ચાઓ બતાવવા માટે સ્કૂલ કર્મચારીઓના ઉંચા પગાર બતવવા તેઓના એકોઉંટના ઉંચો પગાર જમા કરી 80% પગાર પરત લઇ શોષણ કરવાની ફરિયાદો મળી છે તો અમુક સ્કૂલો ઋછઈ પ્રમાણેની ફીની રસીદ આપે બાકીની વધારાની ફીની રસીદ આપી રહ્યા નથી તેવી ફરિયાદ પણ મળી છે. તદુઉપરાંત નાના મોટી સ્કૂલોની ફી વધારા મામલે આગામી એક બે દિવસના સમયમાં જ આવી સ્કૂલો પર હલ્લાબોલના કાર્યક્રમ કરવાનું જણાવ્યુ હતું.