‘મહાનગરપાલિકાના કુંભકર્ણો’ જાગશે નહીં તો વધુ ઉગ્ર કાર્યક્રમની કોંગ્રેસની ચિમકી
મહાનગરપાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં માર્ગોની બિસ્માર હાલત, કથળતી નાગરિક સુવિધાઓ અને મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં વ્યાપક ભ્રષ્ટાચારના મુદ્દે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. 300 જેટલા આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યું. કોંગ્રેસે મહાનગરપાલિકાને દસ દિવસનું અલ્ટીમેટમ આપતા ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમયગાળામાં “મહાનગરપાલિકાના કુંભકર્ણો” જાગશે નહીં તો વધુ ઉગ્ર કાર્યક્રમો આપવાની ફરજ પડશે.
કોંગ્રેસે જણાવ્યું કે, રાજકોટના વોર્ડ નંબર 1 થી 18 સુધીના મોટાભાગના રસ્તાઓ ખાડાવાળા અને ભાંગીને ભૂકો થઈ ગયા છે, જેના પગલે લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. આમાંના અનેક રસ્તાઓ ગેરેન્ટી પિરિયડમાં હોવા છતાં કોન્ટ્રાક્ટરોને માત્ર સામાન્ય દંડ કરીને છોડી દેવામાં આવે છે. કોંગ્રેસે માંગ કરી છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. ઉપરાંત, નવા ડામર રોડ બનતા હોય ત્યાં જિલ્લા પંચાયતની જેમ કોન્ટ્રાક્ટરનું નામ અને મોબાઈલ નંબર દર્શાવતું સાઈન બોર્ડ લગાવવામાં આવે.
“જ્યાં માનવી ત્યાં સુવિધા” ના દાવાઓ છતાં શહેરના છેવાડાના વિસ્તારોમાં ગારો, કાદવ, કિચડ અને ગંદકીનું સામ્રાજ્ય છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. તૂટેલા કુંડી અને ગટરના ઢાંકણા તેમજ વરસાદી પાણી ભરાતા ખાડાઓની તાત્કાલિક મરામત ન થતી હોવાથી ભૂતકાળમાં અનેક શહેરીજનો ખાડાઓમાં ખાબક્યા છે અને મૃત્યુ પણ પામ્યા હોવાના કિસ્સાઓ છખઈ અને પોલીસ રેકોર્ડ પર પણ મોજુદ છે.
કોંગ્રેસે હાઈરાઈઝ બિલ્ડીંગો અને ફ્લેટમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને અધિકારીઓના સેટિંગની ગંધ આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. ચોક્કસ જગ્યાએથી જ ફાયર સેફ્ટીના સાધનો ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે. ફાયર સેફ્ટીના ગઘઈ આપવામાં ઘોર વિલંબ થઈ રહ્યો છે, અને કેટલી અરજીઓ પેન્ડિંગ છે તથા શા માટે પેન્ડિંગ છે તેની સ્પષ્ટતા અરજદારોને લેખિતમાં થતી નથી. એ જ રીતે, ફ્લેટ, મકાન અને હાઈરાઈઝ બિલ્ડીંગોમાં કમ્પ્લીશન સર્ટીફિકેટ મેળવવું અભિમન્યુના કોઠા જેવું મુશ્કેલ બન્યું છે. જ્યાં સુધી આ સર્ટીફિકેટ ન મળે ત્યાં સુધી ફ્લેટ ધારકોને લોન મળતી નથી. કોંગ્રેસે દરેક વોર્ડમાં બાકી રહેલા કમ્પ્લીશન સર્ટીફિકેટની સંખ્યા અને વિલંબના કારણો અરજદાર કે આર્કિટેક્ટને તાત્કાલિક જણાવવાની માંગ કરી છે.
- Advertisement -
કોંગ્રેસે સ્પષ્ટપણે જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ, બાંધકામ શાખા અને ટાઉન પ્લાનિંગ શાખામાં મોટા પાયે ચાલતા ભ્રષ્ટાચારને કારણે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. દરેક ફાઈલો પર નોટિંગ થવું જોઈએ અને સમય મર્યાદામાં કામનો નિકાલ ન કરનાર અધિકારીઓ પર નિયમ મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ પણ કોંગ્રેસે ઉઠાવી છે.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ભૂપેન્દ્ર મારાવી, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજયગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા, મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી, ગુજરાત કોંગ્રેસ ગજઞઈં ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ અતુલ રાજાણી, આદિત્યસિંહ ગોહિલ, ગોપાલભાઈ અનડકટ (પ્રમુખ, ગુજરાત પ્રદેશ શક્તિ સુપર), યુવક કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ જાડેજા, ગજઞઈં મોરચાના પ્રમુખ બ્રિજરાજસિંહ રાણા, જઈ સેલ શહેર કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ સાગઠિયા, ઘઇઈ ડિપાર્ટમેન્ટના ચેરમેન રહિમભાઈ સોરા સહિત અનેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.



