ઇકઘ પાસે માહિતીનો અભાવ અને ઓનલાઈન ક્ષતિઓથી મતદારોને હાલાકી; કલેક્ટરને અપાયું આવેદનપત્ર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. ઓમ પ્રકાશને આવેદનપત્ર આપ્યું હતું. મતદાર યાદી સુધારણા (જઈંછ) દરમિયાન મતદારોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવાની માંગ કરાઈ હતી. કોંગ્રેસે રજૂઆત કરી કે ઇકઘ પાસે જરૂરી માહિતીનો અભાવ છે, જૂની (2002) યાદીમાં નામ ચકાસવામાં મુશ્કેલી થાય છે અને ઓનલાઈન પ્રક્રિયામાં ટેકનિકલ ક્ષતિઓ છે. ડોર ટુ ડોર વેરિફિકેશન યોગ્ય રીતે થતું ન હોવાથી તેમજ ભાડે રહેનારાઓ માટે સ્પષ્ટ માર્ગદર્શન ન મળવાથી નાગરિકોને હાલાકી પડી રહી છે.



