રાજસ્થાન વિધાનસભા ચુંટણીને લઇને કોંગ્રેસે પોતાનું મેનિફેસ્ટો જાહેર કર્યો છે. જેમાં ખેડૂતો અને યુવાનો માટે એક મોટી જાહેરાત કરી છે. જેમાં 4 લાખ યુવાનો માટે સરકારી નોકરી આપવાનો દાવો કર્યો છે. આ સિવાય 10 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે. સાથે જ ખેડૂતો માટે સ્વામીનાથન કમિટીની ભલામણ હેઠળ MSP કાનુન લાવવાની વાત કહી છે. આ સિવાય મોંઘવારી તેમજ મહિલાઓના હિતોને ધ્યાનમાં રાખતા 500 રૂપિયામાં મળનારા ગેસ સિલિન્ડરને હવે 400 રૂપિયામાં લાવવાની વાત કહી છે.
જો કે આ મેનિફેસ્ટો પહેલા જ કોંગ્રેસ રાજસ્થાન વિધાનસભા ચુંટણી માટે 7 ગેરંટી આપી ચુકી છે. જેમાં મહિલાઓને વર્ષ 10,000 રૂપિયાની આર્થિક સહાય, 500 રૂપિયામાં હવે ગેસ સિલિન્ડર, સરકારી કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશનાર યુવાનોને ફ્રી માં ટેબ અને લેપટોપ, 25 લાખ રૂપિયા કુદરતી દુર્ઘટના સામે વીમો અને ખેડૂતો પાસેથી ગોબરની ખરીદી, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના માટે કાનુન તેમજ સરકારી સ્કૂલોમાં અંગ્રેજી મીડિયમ સ્કૂલોને વધારો આપવાની જાહેરાત સામેલ છે.
- Advertisement -
#WATCH | Rajasthan Elections | Congress president Mallikarjun Kharge, CM Ashok Gehlot, state Congress president Govind Singh Dotasara and party leader Sachin Pilot, along with others, launch the party's election manifesto in Jaipur. pic.twitter.com/hC2EFU3klq
— ANI (@ANI) November 21, 2023
- Advertisement -
કોંગ્રેસના મેનિફેસ્ટોની મુખ્ય વાતો
1) ખેડૂતો માટે સ્વામીનાથન કમિટીની ભલામણો માટે MSP કાયદો લેવાવામાં આવે.
2) ચિરંજીવી વીમાની રકમને 25 લાખથી વધારીને 500 લાખ રૂપિયા કરવામાં આવી.
3) 4 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી. 10 લાખ યુવાનોને રોજગારી આપશે.
4) પંચાયત સ્તર પર સરકારી નોકરી તેમજ નવું કાર્ડ બનાવવામાં આવશે.
5) ગેસ સિલિન્ડર બધા 500 રૂપિયા મળી રહ્યા છે, જેમાં 400 રૂપિયા કરવામાં આવશે.
6) રાજ્યમાં RTE કાયદા હેઠળ સરકારી શાળાઓમાં 12 સુધી શિક્ષણ ફ્રી કરવામાં આવે.
7) મનરેગા અને ઇન્દિરા ગાંધી શહેરી રોજગારમાં 125થી વધીને 150 દિવસ કરવામાં આવશે.
8) નાના વેપારીઓ, દુકાનદારોને 5 લાખ રૂપિયા સુધી વ્યાજ મુક્ત ઋણ ઉપલબ્ધ કરવા માટે વેપારી ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરશે.
9) સરકારી કર્મચારીઓને 9,18,27ની વચ્ચે ચોથી વેતનમાન શ્રૃંખલા તેમજ અધિકારીઓને એપેક્સ સ્કેલ આપવામાં આવશે.
10) 100 સુધી જનસંખ્યા ધરાવનારા ગામડાઓ અને ઢુવાઓને રસ્તાથી જોડવામાં આવશે.
11) દરેક ગામ તેમજ શહેરી વોર્ડમાં સિક્યોરિટી ગાર્ડ લગાવવામાં આવશે.
12) રહેઠાણનો અધિકાર કાયદાને લઇને બધાને રહેઠાણ આપવામાં આવશે.
13) જાતિગત વસ્તીગણતરી કરવામાં આવશે.
14) પહેલા ચાલી રહેલી યોજનાઓને મજબૂત બનાવવામાં આવશે.
90 ટકા સુધીના વચનો પૂર્ણ કર્યા હતા
ગયા વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસે જે જન મેનિફેસ્ટોની જાહેરાત કરી હતી તેને સત્તામાં આવતા કેબિનેટથી મંજૂર કરાવીને નીતિ નિર્ધારક પત્રને નોંધાવવામાં આવે. સરકારે દાવો કર્યો કે, આ મેનિફેસ્ટોમાં 90 ટકા વચન સરકાર પૂર્ણ કરી ચૂકી છે.
બીજેપીએ ગયા અઠવાડિયે મેનિફેસ્ટો જાહેર કર્યો
બીજેપીએ પોતાના મેનિફેસ્ટોને ગયા અઠવાડિયે જાહેર કર્યો છે. જયારે, સોમવારના અઝમેરમાં ચુંટણી રેલ દરમ્યાન પહોંચેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ બીજેપી પર ધર્મ અને જાતિના આધારિત રાજનીતિ કરવાનો આરોપે લગાવતા કહ્યું કે, જે લોકો ધર્મ તેમજ જાતિના નામ પર વોટ માંગે છે. તેઓ પોતાના કામના આધાર પર વોટ નહીં માંગી શકે.