દેશમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ લોકસભા સ્પિકર મીરા કુમાર પણ કોરોનાથી સંક્રમિત થયા છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સંબંધમાં કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો કોવિડ 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોટોકોલનું પાલન કરતા આઈસોલેશનમાં રહેશે. ત્રણ દિવસ પહેલા સોનિયા ગાંધીની દિકરી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા.
- Advertisement -
Congress President Smt.Sonia Gandhi has tested positive for Covid-19 today. She will remain in isolation as per Govt. protocol.
आज कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी का कोविड-19 टेस्ट रिपोर्ट पॉजिटिव आया है। वह सरकार द्वारा जारी प्रोटोकॉल का पालन करते हुए आइसोलेशन में रहेंगी।
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 13, 2022
- Advertisement -
આ અગાઉ પણ સોનિયા ગાંધી 2 જૂને કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યાર બાદ તેઓ દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં ભરતી થયા હતા. આ દરમિયાન ઈડીએ તેમને નેશનલ હેરાલ્ડ કેસ માટે સમન મોકલ્યું હતું. બાદમાં સ્વસ્થ થયા બાદ સોનિયા ગાંધી ઈડી સમક્ષ હાજર થયા અને પૂછપરછમાં સહયોગ કર્યો હતો.
તો વળી પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમાર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, હું ગત રોજ ફરી કોરોનાથી પોઝિટિવ થઈ છું. સાવધાની તરીકે આ દરમિયાન હાલ હોમ ક્વારન્ટાઈનમાં રહીશ. હું એવા તમામ લોકોને અનુરોધ કરુ છું કે, જે લોકો હાલમાં મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરે.
I tested positive again for covid-19 last night and in home quarantine care. As a precautionary measure, I request all those who were in contact with me to follow the covid-19 protocol.#COVID19
— Meira Kumar (@meira_kumar) August 13, 2022