યુવાનેતા રોહિતસિંહ રાજપૂત દ્વારા સંકલ્પરૂપી માતાજીના તાવાની માનતા રાખવામા આવી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નજીક રૈયા ગામના યુનિવર્સિટી કેમ્પસ ખાતે બિરાજમાન મેલડી માતાજીના પવિત્ર મંદિર પરિસરમાં મંગળવારે ધાર્મિક અને ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ વચ્ચે મેલડી માતાજીનો તાવો યોજાયો હતો. માતા મેલડી પ્રત્યેના અખૂટ વિશ્વાસ અને અડગ શ્રદ્ધાથી ગુજરાત કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત દ્વારા રાખવામાં આવેલી સંકલ્પરૂપ તાવાની માનતા પૂર્ણ થઈ હતી.
- Advertisement -
આ પાવન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માતા મેલડીના આશીર્વાદ લઇ પ્રસાદી સ્વીકારી હતી. અમિતભાઈએ રોહિતસિંહ રાજપૂતની માનતા પૂર્ણ કરી માતાજી સમક્ષ રાષ્ટ્ર અને સમાજના કલ્યાણ માટે પ્રાર્થના અર્પી હતી. આ પ્રસંગે કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ડો. હેમાંગભાઈ વસાવડા, ડો. નિદ્દતભાઈ બારોટ, ડો. ધરમભાઈ કામલીયા, ડો. ત્રિશાંત ચોટાઈ, અશોકસિંહ વાઘેલા,ભાવેશ બોરીચા, રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજયભાઈ અજુડીયા, મયુરસિંહ પરમાર, રણજીત મુંધવા, કનકસિંહ જાડેજા, કૃષ્ણદત રાવલ, સંજય લાખણી, હરદીપ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર પ્રસંગે બહોળુ મિત્ર મંડળ પણ ઉપસ્થિત રહ્યું હતું. માતા મેલડીના ચરણોમાં સૌએ રાષ્ટ્ર, સમાજ અને લોકોના કલ્યાણ માટે પ્રાર્થના અર્પી અને આ પવિત્ર પ્રસંગે પરિસર ભક્તિભાવથી ઓતપ્રોત બની ગયું હતું.



