ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં વરસાદનાં પગલે રસ્તા બિસ્માર બન્યાં છે.તેમજ ઠેરઠેર પાણી ભરાયાં છે.જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કયું હતું. તેમજ કોંગ્રેસનાં કાર્યકરો મનપા કચેરીએ ઢોલ લઇને આવ્યાં હતાં. કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનને લઇ પોલીસ દોડી ગઇ હતી.

- Advertisement -
જૂનાગઢ શહેરમાં થોડા વરસાદમાં જ રસ્તામાં પડેલા ખાડા અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ સમસ્યાના ઉકેલની જવાબદારી મહાનગર પાલિકાની હોવા છત્તાં તેમના દ્વારા ઘોરબેદરકારી દાખવવામાં આવી રહી છે. ત્યારે મનપાના અણઘડ વહિવટના કારણે લોકો હેરાન પરેશાન થતા હોય લોકોની સમસ્યાને વાચા આપવા કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ તકે ધારાસભ્ય ભીખાભાઇ જોષી, અમિતભાઇ પટેલ, લીલતભાઇ પણસારા સહિતનાં હાજર રહ્યાં હતાં.



