ચૂંટણી રદ્દ કરી કડક કાર્યવાહીની માંગ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વંથલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના 3 સભ્યોને ઉઠાવી જવાના મામલે જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી ચૂંટણી રદ્દ કરવાની માંગણી સાથે રજૂઆત કરી હતી. વંથલી તાલુકા પંચાયતની અઢી વર્ષની પ્રમુખ-ઉપપ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓની મુદ્દત પૂર્ણ થવાની હતી. ત્યારે નવનિયુક્ત પ્રમુખ માટે ચૂંટણી નવા માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાઇ તે પહેલા ભાજપના ઇશારે કોંગ્રેસના 3 સભ્યોને ઉઠાવી લેવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના સભ્યો મતદાનથી વંચીત રહ્યા હતા. જે બાબતે ચૂંટણી રદ્દ કરવાની માંગણી ચૂંટણી અધિકારી પાસે કરી હતી અને કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ સમિતિએ માંગ કરી હતી.