અગ્નિકાંડમાં મૃત્યુને ભેટેલા વિવિધ પરિવારો પણ ઉપવાસમાં જોડાશે
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં લોકોના જીવ ગયા છે ત્યારે રાજકોટ અગ્નિકાંડ મામલે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ 72 કલાકના ઉપવાસ આંદોલન પર બેઠા છે. આજથી ત્રણ દિવસ કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
રાજકોટ અગ્નિકાંડમાં પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આમ રાજકોટ અગ્નિકાંડના પગલે કોંગ્રેસ પહેલી જ વખત આક્રમક મુદ્દામાં દેખાય છે. લોકસભા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસમાં નવો જોશ ભર્યો છે જેના લીધે રાજકોટ ગેમિંગ ઝોનના અગ્નિકાંડને લઈને કોંગ્રેસને હવે જાણે નવો પ્રાણ આવ્યો હોય તેવું દેખાય રહ્યું છે.
- Advertisement -
ટીઆરપી ગેમઝોનમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે તા. 7, 8 અને 9ના રોજ ત્રિકોણ બાગ ખાતે ઉપવાસ-ધરણાં આંદોલન કરશે. આ સાથે રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો અને રાજકોટની જનતા પણ આંદોલનમાં જોડાય તેવી અપીલ કરાઈ છે. અગ્નિકાંડમાં મૃત્યુને ભેટેલા વિવિધ પરિવારો પણ ઉપવાસમાં આંદોલનમાં જોડાશે. આ ઉપવાસ આંદોલનમાં કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલભાઈ અંબાલિયા, ચિંતન દવે, અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા અને મહેશ રાજપૂત સહિતના જોડાયા છે.