રામજન્મભૂમિ મામલે અત્યારે કોંગ્રેસની દશા ‘એક બાજુ ખાઈ અને બીજી બાજુ કૂવો’ જેવી છે. જો રામમંદિર માટે સકતાત્મક વલણ અખ્તયાર કરે તો મુસ્લિમ નારાજ અને જો ન કરે તો હિંદુ નારાજ. આ બન્નેમાંથી, પોતાની સેક્યુલર છબીને અનુરૂપ તેમજ તેની નિશ્ચિત મુસ્લિમ વોટબેંક પણ સલામત રહે એ માટે કોંગ્રેસે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પોતે હાજરી નહીં પુરાવે એવું નિવેદન આપ્યું છે. કારણોમાં કહ્યું છે કે મંદિરનું બાંધકામ પૂરું થયા પહેલા એટલે કે એક અર્ધ-નિર્મિત મંદિરનું ઉદ્ઘાટન ભાજપને ચૂંટણીલક્ષી લાભ મેળવવા માટે કરવામાં આવી રહ્યું છે.
રામજન્મભૂમિ મુદ્દો જ્યાં ભાજપ માટે દુઝતી ગાય છે ત્યાં કોંગ્રેસ માટે હંમેશા માથાનો દુખાવો બની રહ્યો છે. કોંગ્રેસના અસ્પષ્ટ વલણનો આ તાજેતરનો અધ્યાય હિંદુ અને મુસ્લિમ બંનેને ખુશ રાખવાનો પ્રયાસ છે પરંતુ આ પહેલી વખત નથી. રામ જન્મભૂમિ મુદ્દે કોંગ્રેસની નીતિ વર્ષોથી અવઢવ વાળી રહી છે. હજુ બેએક મહિના પહેલાં કોંગ્રેસના કમલનાથે કહ્યું હતું કે એ રાજીવ ગાંધી જ હતાં જેણે મંદિરનું(રામજન્મભૂમી મંદિર)તાળું ખોલાવ્યું હતું. કમલનાથનું આ બયાન કદાચ હિંદુઓને સારા થવા માટેનું હતું અથવા તો હિંદુઓને ભ્રમિત કરવા જેવું લાગતું હતું પણ આ નિવેદનથી અને રામમંદિર પ્રશ્ન પર એક અવાજે બોલવામાં કે સમાન મત રજુ કરવામાં પાર્ટીની અસમર્થતા જાહેર થઈ. જો કે, કોંગ્રેસની આ મૂંઝવણ કંઈ નવી નથી. ક્યારેક રામનું અસ્તિત્વ જ જેણે નકારી દીધું હતું એ કોંગ્રેસ આજે અધૂરા બાંધકામમાં પ્રાણપ્રતિષ્ઠા ન થાય એવા પૌરાણીક- શાસ્ત્રીય અર્થઘટનને ઢાલ બનાવી આ મહોત્સવથી કિનારો કરી રહી છે! 1947થી લઈને આજ સુધી રામજન્મભૂમિ મામલે કોંગ્રેસનું વલણ ક્યારેક આકરું તો ક્યારેક નરમ તો ક્યારેક સાવ અલિપ્ત, એવું મિશ્ર રહ્યું છે. 22-23 ડિસેમ્બર, 1949ની રાત્રે બાબરી મસ્જિદની અંદર રામલલ્લાની મૂર્તિ પ્રગટ થઈ(ગુપ્ત રીતે મૂકવામાં આવી!) ત્યારથી કોંગ્રેસ આ મુદ્દે અલગ-અલગ અવાજે બોલે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ કે. કે. નાયરે યુપીના મુખ્ય સચિવને આ બાબતે ખૂબ વિલંબિત સંદેશ મોકલ્યો અને જવાબ મળ્યો કે યથાસ્થિતિ જાળવી રાખવી અને મૂર્તિને હટાવવી નહીં! એ સમયે જવાલાલ નેહરુ વડાપ્રધાન હતા એમના કાન સુધી વાત પહોંચી તો એમણે કહ્યું કે, કોઈપણ ધર્મના આસ્થાના ધાર્મિક સ્થળો પર જઈને આવી રીતે કબજો જમાવવો એ યોગ્ય નથી આ સમયે દેશનું સંવિધાન પણ લાગુ પડ્યું નહોતું અને સંવિધાનનો જે ધર્મનિરપેક્ષ ઢાંચો જે કોન્સેપ્ટ છે
ઇંદિરા ગાંધીએ ક્યારેય ખુલ્લેઆમ સમર્થન નથી કર્યું પણ તેઓ વ્યક્તિગત રીતે ઇચ્છતા હતા કે રામજન્મસ્થળ પર રામ મંદિર બને
- Advertisement -
રામલલ્લાની મૂર્તિ ત્યાં સ્થાયી થયાના કારણે 1980ના દાયકાની શરૂઆત સુધી રામ મંદિર ચળવળનો મુદ્દો સુષુપ્ત રહ્યો. તેમાં ઝાઝી હિલચાલ કે ઉત્સાહ દેખાયો નહોતો, પરંતુ એંશીના દાયકામાં આ મુદ્દો રાજનૈતિક સ્તરે ફરી ગરમાયો
એ હજી વ્યવહારમાં આવ્યો ન હતો પણ નેહરુનું કહેવું હતું કે આ યોગ્ય થયું નથી. કે. કે. નાયરને મૂર્તિ હટાવવાનો આદેશ આપ્યો. નાયરે તેમ કરવામાં અસમર્થતા દાખવી.આના ચાર દિવસ પછીઙખઘ તરફથી ફરી પાછો કે. કે. નાયરને મૂર્તિ હટાવી લેવાનો આદેશ આપવામાં આવ્યો કે તેઓ રામલલાની મૂર્તિને ત્યાંથી હટાવી લે. એના જવાબમાં કે. કે. નાયર રાજીનામું મોકલ્યુ અને થોડાક સૂચન પણ મોકલ્યા કે, કારણ કે આ મામલો ખૂબ સંવેદનશીલ બની ગયો છે તો આ મામલો આપ અદાલતને સોંપી દો અને અદાલતનો ફેસલો આવે ત્યાં સુધી અત્યારે જ્યાં રામલલાની મૂર્તિ રાખવામાં આવી છે તેની બહાર જાળી જેવો દરવાજો લગાડી દેવામાં આવે તેથી લોકો દૂરથી દર્શન કરશે અંદર કોઈ જઈ શકે અને મસ્જિદની સુરક્ષા બની રહેશે. નહેરુને આ સૂચન યોગ્ય લાગ્યું અને પણ આ પ્રમાણે કર્યું. આ મુદ્દે જ, વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ જ વળી કોંગ્રેસના ગોવિંદ વલ્લભ પંતની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર મૂર્તિને દૂર કરવા દબાણ કર્યું હતું. અલબત્ત આ મામલે કોંગ્રેસ એકમત ન હતી. ફૈઝાબાદના કોંગ્રેસના ધારાસભ્ય બાબા રાઘવદાસ જે 1948માં વિધાનસભાની પેટાચૂંટણીમાં સમાજવાદી આચાર્ય નરેન્દ્ર દેવને હરાવીને મુખ્યમંત્રી દ્વારા ચૂંટાયેલા તપસ્વી હતા તેમના સંદર્ભે નીલંજન મુખોપાધ્યાય તેમના 2021 પુસ્તક ‘ધ ડિમોલિશન એન્ડ ધ વર્ડિક્ટ’માં લખે છે કે દાસે મૂર્તિ હટાવવામાં આવે તો વિધાનસભા અને પક્ષમાંથી રાજીનામું આપવાની ધમકી આપી હતી. ઉપર કહ્યું તેમ નેહરુએ વચલો રસ્તો કાઢ્યો તે છતાં સરદાર પટેલે પંતને લખ્યું હતું કે, કોઈપણ એકપક્ષીય કાર્યવાહી આક્રમકતા અથવા બળજબરીનું વલણ સહન કરવામાં આવશે નહીં. આનો અર્થ એ થયો કે મૂર્તિ ત્યાં જ રહેશે. ઉપરોકત ઘટનાઓના સંદર્ભમાં નહેરુએ 1950માં અયોધ્યાની મુલાકાત લેવાનું ટાળ્યું હતું. અને પંતને પત્ર લખ્યો હતો કે હું ત્યાં ભયંકર અસ્વસ્થતા અનુભવું છું, કારણ કે મને ત્યાં સાંપ્રદાયિકતા લાગે છે. ભૂતકાળમાં જેઓ કોંગ્રેસના આધારસ્તંભ હતા તેમના મન અને હૃદય પર સાંપ્રદાયિકતાનું આક્રમણ થયું છે. આઝાદી બાદ ઉત્તર ભારતમાં તેની મુસ્લિમ વોટબેંકને કારણે રામમંદિરની ભાવના પ્રત્યે કુણું વલણ અખ્તયાર ન કરી શકે એ કોંગ્રેસની મર્યાદા હતી. ઇંદિરા ગાંધીએ રામજન્મભૂમિ પર ક્યારેય તેનું વલણ સ્પષ્ટ નથી કર્યું પણ રામજન્મભૂમિ આંદોલનના સંસ્થાપકોમાનાં એક, વિજય કૌશલ મહારાજનું કહેવું છે કે દાઉ દયાલ ખન્ના તેમને કાયમ કહેતાં કે કોંગ્રેસની વિચારધારા સેક્યુલારીઝમને અનુસરતી હોવાથી ઇંદિરા ગાંધીએ ક્યારેય
ખુલ્લેઆમ રામમંદિરનું સમર્થન નથી કર્યું પણ તેઓ વ્યક્તિગત રીતે ઇચ્છતા હતા કે રામજન્મસ્થળ પર રામ મંદિર બને. આગળ જણાવી ગયા એ મુજબ, રામલલ્લાની મૂર્તિ ત્યાં સ્થાયી થયાના કારણે 1980ના દાયકાની શરૂઆત સુધી રામ મંદિર ચળવળનો મુદ્દો સુષુપ્ત રહ્યો. તેમાં જાજી હિલચાલ કે ઉત્સાહ દેખાયો નહોતો. પરંતુ એંશીના દાયકામાં આ મુદ્દો રાજનૈતિક સ્તરે ફરી ગરમાયો. મહત્વની વાત એ છે કે આ પહેલ ભાજપના કોઈ નેતાએ નહિ પણ કોંગ્રેસના નેતા અને યુપીના પૂર્વમંત્રી દાઉ દયાલ ખન્નાએ કરી હતી.તેઓ 1983માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પત્ર લખીને અયોધ્યા, કાશી અને મથુરાને હિંદુઓને પુન:સ્થાપિત કરવાની પરવાનગીની માંગણી કરનાર પ્રથમ રાજકારણી હતા. એટલે જ કહેવાય છે કે રામ મંદિરનું આંદોલન મુરાદાબાદથી શરુ થયું.(દાઉ મુરાદબાદના રહેવાસી હતા). યુપીના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય પ્રધાન કમલાપતિ ત્રિપાઠીએ આ સંદર્ભે ખન્નાને ચેતવણી આપી હતી કે તેઓ ગનપાવડર સાથે રમી રહ્યા છે અને હિન્દુ-મુસ્લિમ એકતાની કોંગ્રેસની નીતિને નષ્ટ કરી રહ્યા છે. દાઉ દયાલ ખન્ના પહેલા ધારાસભ્ય બન્યા અને પછી યુપી સરકારમાં મંત્રી બન્યા, પરંતુ જ્યારે રામ મંદિર અને હિંદુ તરીકેની તેમની આસ્થાની વાત આવી ત્યારે તેમણે ખુરશીનો મોહ છોડી દીધો. તેમણે જોયું કે સરકાર રામ મંદિર આંદોલનને સમર્થન આપી રહી નથી, ત્યારે તેમણે કોંગ્રેસથી કિનારો કરી લીધો. ભૂતપૂર્વ ઓર્ગેનાઈઝર એડિટર શેષાદ્રિ ચારી, જેમણે 1982માં રામજન્મભૂમિ આંદોલનને રાષ્ટ્રીય મુદ્દો બનાવવા માટે મુંબઈમાં યોજાયેલી આરએસએસની પ્રથમ બેઠકમાં હાજરી આપી હતી તેમણે કહ્યું હતું કે મને સ્પષ્ટપણે યાદ છે કે મોરાપંત પિંગલે જી, આરએસએસના પ્રથમ માણસ હતા જેમણે આંદોલનને રાષ્ટ્રીય મુદ્દામાં પરિવર્તિત કરવાનો વિચાર કર્યો હતો અને આ મુદ્દાને સમર્થન આપી શકે તેવા બે રાજકારણીઓના નામ તેમણે આપ્યા હતાં. – દાઉ દયાલ ખન્ના અને ડો. કરણ સિંહ. આ બન્ને નેતા કોંગ્રેસી હતાં! (અટલજીના ગાંધીવાદી સમાજવાદના સૂત્રમાં, તે સમયે ભાજપનું કદ આ મુદ્દે ખૂબ જ નાનું હતું અને કંઈપણ કરી શકવા અક્ષમ હતું.)
વિનય સીતાપતિ તેમના 2020 પુસ્તક જુગલબંદી: ધ બીજેપી બિફોર મોદીમાં લખે છે કે 1983માં પશ્ચિમ યુપીના મુઝફ્ફરનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ (ટઇંઙ) દ્વારા આયોજિત
બાબરી મસ્જિદના તાળાં ખોલ્યા પછી, સંઘે ‘જનજાગરણ’ના કાર્યક્રમો દ્વારા મંદિર અભિયાનને વેગ આપ્યો
- Advertisement -
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ ઘણા દાયકાઓ સુધી કોર્ટમાં ચાલી રહ્યો હતો, ત્યારે છજજ અને વિશ્વ હિંદુ પરિષદ (ટઇંઙ)એ જોરશોરથી મુદ્દો બનાવ્યો હતો કે મંદિરનું નિર્માણ આસ્થાનો વિષય છે, મુકદ્દમાનો નહીં
હિંદુ સંમેલનમાં ખન્ના મુખ્ય વક્તા હતા. 1984માં, ટઇંઙએ રામ જન્મભૂમિને “મુક્ત” કરવા માટે એક સમિતિની રચના કરી. યોગી આદિત્યનાથના પુરોગામી ગોરખપુરના મહંત અવૈદ્યનાથ તેના વડા હતા અને ખન્ના તેના જનરલ સેક્રેટરી હતા. સમિતિએ બિહારના સીતામઢીથી અયોધ્યા સુધી રામ અને સીતાની મૂર્તિઓ લઈને યાત્રા કાઢવાનું આયોજન કર્યું હતું પરંતુ રામમંદિર મુદ્દે લાગણીભર્યું વલણ ધરાવતાં હોય એવાં, ખન્ના એકમાત્ર કોંગ્રેસી નહોતા. પીઢ કોંગ્રેસી અને ભૂતપૂર્વ વચગાળાના વડા પ્રધાન ગુલઝારીલાલ નંદાએ 1983માં રામ નવમી પર શ્રી રામ જન્મોત્સવ સમિતિની સ્થાપના કરી હતી. આરએસએસના નેતાઓએ પણ તે પ્રસંગે આયોજિત તહેવારમાં હાજરી આપી હતી. કરણ સિંહે(કોંગ્રેસી) પણ આ સમયે અનેક સાંસ્કૃતિક અભિયાનો કર્યા. તેમણે વિરાટ હિન્દુ સભા (ટઇંજ) બનાવી, જેમાં છજજના ઘણાં લોકો હતા. મુખોપાધ્યાય લખે છે કે ઑક્ટોબર 1981માં તેમણે ટઇંજના ભાગ રૂપે દિલ્હીમાં એક વિશાળ સભાને સંબોધિત કરી હતી જેમાં ટઇંઙના અશોક સિંઘલની સક્રિયતા પણ જોવા મળી હતી. 1980ના દાયકામાં, જ્યારે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ ઘણા દાયકાઓ સુધી કોર્ટમાં ચાલી રહ્યો હતો, ત્યારે છજજ અને વિશ્વ હિંદુ પરિષદ (ટઇંઙ)એ જોરશોરથી મુદ્દો બનાવ્યો હતો કે મંદિરનું નિર્માણ આસ્થાનો વિષય છે, મુકદ્દમાનો નહીં. 1986માં, આરએસએસ પ્રતિનિધિ સભાએ સરકારને રામજન્મભૂમિ સ્થળ અને તેની બાજુની જમીન રામ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપવા વિનંતી કરી. તે પછીના વર્ષે, કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના સોમનાથ મંદિરની જેમ, પ્રાચીન પરંતુ જર્જરિત રામ જન્મભૂમિ મંદિરની જૂની ભવ્યતા પુન:સ્થાપિત કરવાની જરૂર છે. આંદોલન માટેની ટઇંઙ ટીમમાં અશોક સિંઘલે યુપી કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને મંત્રી દાઉ દયાલ ખન્ના અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી શ્રીેશ ચંદ્ર દીક્ષિતનો સમાવેશ કર્યો હતો. ટઇંઙએ રાજીવ ગાંધીની સરકારના અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. પરંતુ ટઇંઙ બાબરી મસ્જિદના તાળા ખોલવાની તેની માંગ પર અડગ રહી હતી. આ મુદ્દે ન તો કોંગ્રેસ મંદિર પરત્વેની હિંદુ ભાવનાઓને ન્યાય આપવામાં કે ન તો તેના મુસ્લિમ મતદારોને શાંત કરવામાં સફળ રહી. 24 સપ્ટેમ્બર, 1985ના રોજ, કોંગ્રેસે, તેના જનાધારમાં આવી રહેલી ઓટ સામે લડતાં એન ડી તિવારીની જગ્યાએ વીર બહાદુર સિંહને રાજનૈતિક વ્યૂહના ભાગરૂપે (અવિભાજિત) ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બનાવ્યા.(જેમણે આગળ જતાં રામજન્મભૂમિ બાબતે નરમ વલણ અપનાવ્યુ) અલબત્ત, હવે એ તો પાક્કું થઈ ગયું હતું કે ભાજપ અને કોંગ્રેસ મંદિર મામલે છે અલગ અલગ છેડે છે. બન્ને પાર્ટી 1989ની આગામી ચૂંટણીઓની તૈયારીમાં લાગી હતી. કોંગ્રેસ એ જાણતી હતી કે બીજેપીને હિંદુ સંગઠનનો સપોર્ટ છે. તો રાજીવ ગાંધી પણ નહોતા ઇચ્છતા કે એવી પરિસ્થિતિ સર્જાય કે કોઈપણ સમુદાયને કે કોઈપણ ધાર્મિક સંગઠનન તેના વિરોધમાં ખડો થઈ જાય. આ દરમિયાન થયું એવું કે 1986માં મુસ્લિમ ડિવોર્સી મહિલા શાહબાનુંનો એક કેસ આવ્યો જેમાં સુપ્રીમ કોર્ટ કોર્ટે ફેંસલો આપ્યો કે આ મહિલાને તેના પતિ તરફથી ભરણપોષણ મળે. જેના કારણે રૂઢિચુસ્ત મુસ્લિમ સમાજ રાજીવ ગાંધી અને કોંગ્રેસથી નારાજ થઈ ગયો. તો રાજીવ ગાંધીએ સુપ્રીમ કોર્ટના આદેશને અધિનિયમ દ્વારા સંસદમાં પલટી નાખ્યો. રાજીવ ગાંધીના આવા આવા પગલાથી આ તરફ હિન્દુ સમુદાય નારાજ થઈ ગયો. રાજીવ ગાંધી અને કોંગ્રેસ ઉપર તૃષ્ટીકરણના ઘણા બધા આરોપો લાગ્યા.
અડવાણીની આગેવાની હેઠળ ભાજપે કોંગ્રેસ પર ‘સ્યુડો-સેક્યુલારિઝમ’ના આરોપો લગાવી ખુલ્લેઆમ રામમંદિર આંદોલનમાં જોડાઈને દબાણ વધાર્યું
રાજીવે પણ રાજનૈતિક વ્યૂહને અનુસરીને બહુ કડક વલણ નહોતું અપનાવ્યું કારણ કે આવતા વર્ષે જ ચુંટણી હતી, જેનું ઇલેક્શન કેમ્પેઈન પણ રાજીવ ગાંધીએ અયોધ્યાથી શરૂ કર્યું
જૂન 1986માં, વીર બહાદુર સિંહ સરકારે અયોધ્યામાં ટઇંઙની રામજન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિના ત્રણ રથ જપ્ત કર્યા હતા
હવે રાજીવ ગાંધીએ આના જવાબમાં એ કર્યું કે, એક ફેબ્રુઆરી 1986ના રોજ ફૈઝાબાદ કોર્ટમાં રામમંદિરના દરવાજા ખોલી આપવા અંગે અપીલ કરવામાં આવી અને આ અપીલના એક જ કલાકમાં કોર્ટે એવો ચુકાદો આપ્યો કે રામમંદિરના દરવાજા પૂજા કરવા માટે ખોલી દેવામાં આવે. અલબત્ત, કોંગ્રેસના નેતાઓ ખુલ્લેઆમ આ માટેની ક્રેડિટ લઈ શક્યા નહીં પરંતુ એ ઓપન સિક્રેટ હતું કે હિન્દુ પક્ષને રાજી રાખવા રાજીવ ગાંધીએ જ એક કલાકની અંદર અંદર રામમંદિરના દરવાજા ખોલાવી આપ્યાં હતાં. આમ, રામ મંદિર મામલે કોંગ્રેસની યોજનાઓ નીતિઓ અને અભિપ્રાયમાં વારંવાર જુદી જુદી નીતિઓ જોવા મળતી રહી છે. લાલકૃષ્ણ અડવાણીની આગેવાની હેઠળના ભાજપે કોંગ્રેસ પર “સ્યુડો-સેક્યુલારિઝમ”ના આરોપો લગાવીને ખુલ્લેઆમ રામ મંદિર આંદોલનમાં જોડાઈને દબાણ વધાર્યું. બાબરી મસ્જિદના તાળા ખોલ્યા પછી, સંઘે “જનજાગરણ”ના કાર્યક્રમો દ્વારા મંદિર માટેના અભિયાનને વેગ આપ્યો. જેના કારણે આગળ જતાં બારાબંકી અને અલ્હાબાદ (હવે પ્રયાગરાજ) સહિત અનેક સ્થળોએ કોમી રમખાણો થયા. વળી, 1987માં, પ્રોવિન્શિયલ આર્મ્ડ કોન્સ્ટેબલરી (ઙઅઈ)ના કર્મચારીઓએ મેરઠ નજીક હાશિમપુરામાં મુસ્લિમોની હત્યા કરી. આ મુદ્દે કેટલાક કોંગ્રેસીઓએ યુપીની વીર બહાદુર સિંહ સરકાર પર આરોપ લગાવ્યો કે તે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ સંદર્ભે હિંદુ તરફી વલણ અપનાવે છે. અલબત્ત, આ આરોપોને સિંહે નકારી કાઢ્યા. 19 ડિસેમ્બર, 1985ના રોજ, વીર બહાદુરસિંહે અયોધ્યામાં ત્રણ દિવસીય રામાયણ મેળામાં હાજરી આપી, જે સંતો અને મહંતોનો વાર્ષિક મેળાવડો હતો જે તેમના પુરોગામી શ્રીપતિ મિશ્રાએ 1982માં શરૂ કર્યો હતો. જૂન 1986માં, વીર બહાદુર સિંહ સરકારે અયોધ્યામાં ટઇંઙની રામજન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિના ત્રણ રથ જપ્ત કર્યા હતા, પરંતુ 22 નવેમ્બરના રોજ, ટઇંઙને ખુશ કરવા માટે તેમને પોલીસ બંદોબસ્ત હેઠળ લખનૌ મોકલી આપ્યાં.
આમ, હિંદુ ઉચ્ચ વર્ગ અને મુસ્લિમ વર્ગ, કોંગ્રેસના બન્ને પાયાને અકબંધ રાખવાના હેતુએ વીર બહાદુરે બંને પક્ષે રમવાનો પ્રયાસ કર્યો. બીજું એ કે, કોંગ્રેસ તે સમયે બહુવિધ કટોકટી સામે લડી રહી હતી, જેમાં યુપીમાં તેના સૌથી મોટા કદના નેતાઓમાંના એક,1980-82 દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વીપી સિંહના બળવાનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત કોંગ્રેસના અનેક નેતાઓ પણ વીપી સિંહ અથવા ભાજપમાં જોડાઇ ગયાં. અધૂરામાં પૂરું, 1989માં, પાર્ટીએ દિલ્હી અને લખનૌ બંનેમાં તેની સરકારો ગુમાવી દીધી. 1989ના રોજ વિહીપે અયોધ્યા વિવાદિત સ્થળ પાસે શિલાન્યાસ કરવાનું એલાન કર્યું. સરકારને અંદેશો હતો કે વિહિપ જે રીતે અને જેટલા પ્રમાણમાં અહીં કારસેવકોને બોલાવી રહી છે એ જોતાં આ લોકો કદાચ મસ્જિદ તોડી પાડે.
કોંગ્રેસની સેક્યુલારિઝમ નીતિએ પાર્ટીને સતત 2014 સુધી પોઝિશન પર રાખી
મોદીની જીત પછી કોંગ્રેસનું ચિત્ર બદલાયું
કેન્દ્રમાં તેમજ યુપીમાં પણ તે સમયે કોંગ્રેસ સરકાર હોવાથી વિહિપના નેતાઓને મનાવી લીધા. પરંતુ રાજીવે પણ રાજનૈતિક વ્યૂહને અનુસરીને બહુ કડક વલણ નહોતું અપનાવ્યું કારણ કે આવતા વર્ષે જ ચુંટણી હતી. જેનું ઇલેક્શન કેમ્પઈન પણ રાજીવ ગાંધીએ અયોધ્યાથી શરૂ કર્યું. પણ બોફોર્સ કૌભાંડ અને રામજન્મભૂમી કારણે કોંગ્રેસ આ ચૂંટણી હારી ગઈ હતી. વડા પ્રધાન વીપી સિંહની સરકારે મુલાયમ સિંહ યાદવની આગેવાની હેઠળની રાજ્ય સરકાર અને વીએચપી સાથે રામમંદિર મુદ્દે શ્રેણીબદ્ધ ચર્ચાઓ કરી હતી. આ દરમ્યાન 23 ઓક્ટોબર 1990ના રોજ અડવાણીજીની રથયાત્રા બિહારના સમસ્તીપુર પહોંચવાની હતી ત્યાં બિહારના મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવના આદેશથી ડીઆઈજી રામેશ્વર દ્વારા તેને અટકાવી દઈ અડવાણી તેમજ પ્રમોદ મહાજનની ધરપકડ કરી . આ ખબર દિલ્હી પહોંચતા જ ભાજપે પોતાનો સપોર્ટ પાછો ખેંચી લીધો. કારણ લાલુયાદવની પાર્ટી પણ વીપી સિંહ સરકારના સપોર્ટમાં હતી. ભાજપના સપોર્ટ ખેંચી લેવાના કારણે વીપી સિંહ સરકાર પડી ભાંગી. ભાજપે વીપી સિંહ અને મુલાયમ સિંહની સરકારોમાંથી ટેકો પાછો ખેંચી લીધા પછી, કોંગ્રેસે દિલ્હીમાં ચંદ્રશેખરની સરકારને સમર્થન આપ્યું અને યુપીમાં મુલાયમની સરકારને બચાવી. પરંતુ યુપીમાં સમર્થ દાવેદાર તરીકે કોંગ્રેસના દિવસો સમાપ્ત થઈ રહ્યા હતા. મુલાયમસિંહ યાદવ યુપીમાં સત્તા પર હતા અને તેણે મસ્જિદ પર હુમલો થતા અટકાવવા પોલીસને કારસેવકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો.(30 ઓક્ટોબર, 1990ના રોજ) આનાથી યાદવ મુસ્લિમોના પ્રિય બની ગયા. આમ, મુલાયમે રામમંદિર પરત્વે કડક વલણ અપનાવ્યું અને કોંગ્રેસની લઘુમતી વોટબેંક કબજે કરી. તો બીજી બાજુ, બીજેપીના સોશિયલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટે કમંડલની રાજનીતિને મંડલ સાથે જોડી દીધી, અને 1991ની વિધાનસભા ચૂંટણીમાં, પાર્ટીએ હિંદુ મતોના એકત્રીકરણ પર 425 વિધાનસભા બેઠકોમાંથી 221 બેઠકો જીતી. આગળ જતાં વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવ દ્વારા મંદિરના મુદ્દાને ઉકેલવાના પ્રયાસો સફળ થયા નથી. 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદ ધ્વંસ થયો. જેમાં યુપીની ભાજપા સરકાર તો સમજ્યા પણ, કેન્દ્રની પીવી નરસિમ્હા રાવ સરકાર હેઠળની ઈછઙઋ પણ ટોળાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી એ આશ્ચર્યજનક! અને ત્યારબાદ ચાર રાજ્યોમાં ભાજપની સરકારો બરતરફ થઈ એનો પણ કોંગ્રેસને કોઈ ફાયદો થયો નહીં. ઉલ્ટુ, યુપીમાં ભાજપ, સપા અને બસપા જેવા પક્ષો વચ્ચે રાજકીય ધ્રુવીકરણ થયુ. અનેક ઉથલપાથલોને કારણે યુપી અને બિહારમાં પોતાના સુપડાં સાફ થતા જોઈને, મુસ્લિમ મતોને બચાવવા તેમજ નેવુંના દાયકામાં શરુ થયેલ ગઠબંધનના દૌરમાં પ્રાદેશિક પાર્ટીઓને નજીક લાવવા કોંગ્રેસ શુદ્ધ સેક્યુલારીઝમને અનુસરતી પાર્ટી તરીકે કોંગ્રેસે પોતાનું બ્રાનિ્ંડગ કર્યું. કોંગ્રેસની આ નિતીએ પાર્ટીને સતત 2014 સુધી પોઝિશન પર રાખી. પરંતુ 2014માં મોદીની જીત પછી કોંગ્રેસનું ચિત્ર બદલાઈ ગયું.