મહિલા અનામત બિલ પર આજે લોકસભામાં ચર્ચા વચ્ચે કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ જાહેરાત કરી કે, કોંગ્રેસ મહિલા અનામત બિલને સમર્થન આપે છે
નવી સંસદમાં આજે કાર્યવાહીનો બીજો દિવસ છે. મહિલા અનામત બિલ પર આજે લોકસભામાં ચર્ચા થઈ રહી છે. સૌથી પહેલા કાયદા મંત્રી અર્જુન મેઘવાલે લોકસભામાં બિલની જોગવાઈઓ વિશે માહિતી આપી હતી. આ પછી કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ જાહેરાત કરી કે, કોંગ્રેસ મહિલા અનામત બિલને સમર્થન આપે છે.
- Advertisement -
અર્જુન મેઘવાલે મંગળવારે મહિલા આરક્ષણ બિલ રજૂ કર્યું હતું. આના પર ચર્ચા માટે સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી 7 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. કોંગ્રેસ વતી સોનિયા ગાંધી લોકસભામાં બોલી રહ્યા છે. જે લોકોએ બીજેપી વતી વાત કરી હતી તેમાં સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારમણ અને દિયા કુમારીનું નામ સામેલ છે. બિલને લઈને હોબાળો થવાની પણ શક્યતાઓ છે.
#WATCH | Women's Reservation Bill | Union Law & Justice Minister Arjun Ram Meghwal says, "…This Bill will enhance the dignity of women as well as equality of opportunities. Women will get representation. There are four important clauses…" pic.twitter.com/BDamDXOZdq
— ANI (@ANI) September 20, 2023
- Advertisement -
શું કહ્યું સોનિયા ગાંધીએ ?
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે નવી સંસદમાં પહેલીવાર મહિલા અનામત બિલ વિશે વાત કરી. સોનિયા ગાંધીએ કહ્યું કે, હું આ બિલના સમર્થનમાં છું. કોંગ્રેસ વતી હું ‘નારી શક્તિ વંદન એક્ટ 2023’ના સમર્થનમાં છું. હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહિલા આરક્ષણ બિલનું નામ બદલીને ‘નારી શક્તિ વંદન એક્ટ’ રાખ્યું છે.
સોનિયા ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે, ભારતીય મહિલાઓએ દરેકના કલ્યાણ માટે કામ કર્યું છે. સ્ત્રીની ધીરજનો અંદાજ કાઢવો એ બહુ મુશ્કેલ કામ છે. ભારતીય મહિલાઓએ ક્યારેય ફરિયાદ કરી નથી. સ્ત્રીઓમાં સમુદ્ર જેવી ધીરજ હોય છે.
#WATCH | Women's Reservation Bill | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "This is an emotional moment of my own life as well. For the first time, Constitutional amendment to decide women's representation in local body election was brought by my life partner… pic.twitter.com/stm2Sggnor
— ANI (@ANI) September 20, 2023
સંસદની કાર્યવાહી શરૂ
સંસદની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. કાયદા મંત્રી અર્જુન મેઘવાલ લોકસભામાં મહિલા અનામત બિલ વિશે માહિતી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ બંધારણ સંશોધન બિલ છે. તેમણે કહ્યું કે એક વાર નવું બિલ કાયદો બની ગયા બાદ લોકસભામાં મહિલાઓ માટે 33% સીટો અનામત રાખવામાં આવશે. દિલ્હી વિધાનસભામાં મહિલાઓ માટે 33% સીટો અનામત રહેશે. રાજ્ય વિધાનસભામાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવામાં આવશે. આ રિઝર્વેશન 15 વર્ષ માટે લાગુ રહેશે. 15 વર્ષ પછી તેને વધારવો કે નહીં તે સંસદ નક્કી કરશે.
લોકસભામાં આજે 20મી સપ્ટેમ્બરે મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન બિલ) પર 7 કલાક ચર્ચા થશે. આ ચર્ચા સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. કોંગ્રેસ તરફથી ચર્ચાની શરૂઆત સોનિયા ગાંધી કરશે. જ્યારે ભાજપ તરફથી નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની, દીયા કુમારી, ભારતી પવાર, અપરાજિતા સારંગી અને સુનીતા દુગ્ગલ બોલશે. ચર્ચા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ આપી શકે છે. મહત્વનું છે કે, આ બિલ સોમવારે 19 સપ્ટેમ્બરના રોજ ગૃહના ટેબલ પર મૂકવામાં આવ્યું હતું. બિલમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ માટે આ આરક્ષણ 15 વર્ષના સમયગાળા સુધી ચાલશે. આ પછી સંસદ ઈચ્છે તો તેનો સમયગાળો વધારી શકે છે.
બિલમાં લોકસભા-વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામત
બિલ અનુસાર, લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામત લાગુ કરવામાં આવશે. લોકસભાની 543 સીટોમાંથી 181 સીટો મહિલાઓ માટે આરક્ષિત રહેશે.