વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જાહેરાત કરવામાં આવી કે સત્રના અંત સુધી કોંગ્રેસના MLA સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થવા મુદ્દે વિધાનસભા ગૃહમાં આજે વિરોધ કરવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી કરવામાં આવી કે સત્રના અંત સુધી કોંગ્રેસના MLA સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શંકર ચૌધરીએ કહ્યું કે લોકસભામાં કરવામાં આવેલા નિર્ણયની ચર્ચા કે વિરોધ ગૃહમાં ન થઈ શકે.
- Advertisement -
સત્રના અંત સુધી કોંગ્રેસના MLA સસ્પેન્ડ કરવામાં આવ્યા
ઋષિકેશ પટેલની દરખાસ્ત અને એ દરખાસ્તને કેબિનેટ મંત્રી બેલવંતસિંહ રાજપૂતને મળેલ ટેકા બાદ વિધાનસભા ગૃહમાં વિરોધ કરવા બદલ સત્રના અંત સુધી કોંગ્રેસના MLA સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Opposition MPs march towards Vijay Chowk in black attire in a bid to show unity against Centre
Read @ANI Story | https://t.co/y2FZmH2fpE#Coalition #Congress #Parliament pic.twitter.com/qlnB6YLuSs
- Advertisement -
— ANI Digital (@ani_digital) March 27, 2023
ઋષિકેશ પટેલે કરી હતી દરખાસ્ત
ગૃહમાં કોંગ્રેસ વિરોધ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં સત્રાંત્ત સુધી કોંગ્રેસ ના ધારાસભ્યો ને સસ્પેન્ડ કરવા માંગ કરવામાં આવી છે અને કેબિનેટ મંત્રી બેલવંતસિંહ રાજપૂતે ટેકો આપ્યો છે. ઋષિકેશ પટેલના કહેવા પ્રમાણે પ્રશ્નોત્તરી કાળ સમગ્ર રાજ્યના પ્રશ્નો પર ચર્ચા થાય છે અને કોંગ્રેસના સભ્યોના પ્રશ્નો હતા. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા ન થવી જોઈએ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ પહેલા થી જ નક્કી કરીને આવ્યા હતા અને આવી સૂત્રોચાર કરવા લાગ્યા હતા અને ગુજરાત ને ગેરમાર્ગે દોરવા સુત્રોચ્ચાર કર્યા હતા.
વિધાનસભા ગૃહમાં આજે વિરોધ કરવામાં આવ્યો હતો
રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થવા મુદ્દે વિધાનસભા ગૃહમાં આજે વિરોધ કરવામાં આવ્યો હતો. એ વિરોધ બાદ કોંગ્રેસ સભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક દિવસ માટે સસ્પેન્ડ થયા બાદ કોંગ્રેસ MLA અમિત ચાવડા બોલ્યા કે, ‘દેશમાં અંગ્રેજોનું શાસન સ્થાપિત થઈ રહ્યુ છે, રાહુલ ગાંધી બોલતા અટકાવવા સંસદમાં અવાજ બંધ કરી દેવામાં આવે છે. દેશમાં લોકશાહી ખતમ કરવાનું કામ થઈ રહ્યુ છે