- સંસદની બહાર જતી વખતે મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસ આપી ઇશારા કર્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કર્યા પછી સંસદમાંથી બહાર નીકળતી વખતે મહિલા સાંસદો સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ લાગ્યો છે.
#WATCH | Union Minister Smriti Irani on Congress MP Rahul Gandhi
- Advertisement -
"Never before has the misogynistic behaviour of a man been so visible in Parliament as what was done by Rahul Gandhi today. When the House of the People, where laws are made to protect the dignity of women, during… pic.twitter.com/eOsMl3I5zy
— ANI (@ANI) August 9, 2023
- Advertisement -
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે (9 ઓગસ્ટ, 2023) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, પોતાનું ભાષણ પૂરું કરીને સંસદની બહાર જતી વખતે રાહુલ ગાંધીએ મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસના ઈશારા કર્યા હતા.
शर्मनाक कृत्य।
राहुल गांधी को अपने इस निंदनीय और शर्मनाक कृत्य के लिए देश के समक्ष सार्वजनिक माफ़ी माँगनी चाहिए। pic.twitter.com/Fh7KerEgIp
— Sambit Patra (@sambitswaraj) August 9, 2023
રાહુલ ગાંધીએ ભાષણ બાદ કર્યું અભદ્ર વર્તન
લોકસભામાં બોલતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મારા પહેલા જેમને અહીં બોલવાની તક મળી, તેમણે આજે અસભ્યતાનો પરિચય આપ્યો છે. તેમણે (રાહુલ ગાંધી) પોતાનું ભાષણ પૂરું કર્યા પછી અભદ્ર વર્તન કર્યું. તેઓએ તે સંસદમાં ફ્લાઈંગ કિસ કરી, જે સંસદમાં મહિલાઓ પણ બેઠી છે. આવું વર્તન માત્ર એક સ્ત્રી દ્વેષી (Misogynist Man) વ્યક્તિ જ કરી શકે છે. સ્મૃતિ ઈરાની ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, રાહુલ ગાંધી લોકસભામાં ફ્લાઇંગ કિસ આપીને ગયા, તેમણે લોકસભામાં અભદ્ર લક્ષણના દર્શન આપ્યા છે. આ એમના ખાનદાનના લક્ષણ છે.
NDA women MPs write to Lok Sabha Speaker Om Birla demanding strict action against Congress MP Rahul Gandhi alleging him of making inappropriate gesture towards BJP MP Smriti Irani and displaying indecent behaviour in the House. pic.twitter.com/E1FD3X2hZC
— ANI (@ANI) August 9, 2023
મહિલા સાંસદોએ સ્પીકરને કરી ફરિયાદ
ભાજપ સાંસદ પૂનમ મહાજને કહ્યું કે આજે ગૃહમાં રાહુલ ગાંધીએ જે કૃત્ય કર્યું છે તે અસંસદીય છે. અમે આનો વિરોધ કરીએ છીએ અને આ અંગેની ફરિયાદ લોકસભા સ્પીકરને કરવામાં આવશે. આ પછી મહિલા સાંસદોના એક જૂથે લોકસભા સ્પીકરને રાહુલ ગાંધીના આ કૃત્યની ફરિયાદ કરી.