ખેડૂતોના સમર્થનમાં નારા ગુંજ્યા : ખેડૂતોનુ દેવું માફ કરો, પાકવીમા યોજના ચાલું કરો
100થી વધુ ટ્રેક્ટર, 200 ટૂ વ્હીલર સાથે રેલીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યમા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે ખેડૂતો સરકાર પાસે સંતોષકારક સહાયની આશા રાખીને બેઠી છે બીજી તરફ વિપક્ષ પણ ખેડૂતોને સહાય અને પાકધિરાણ માફ કરવાના મુદે આક્રમક વલણ દાખવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝન લણવાની સમય દરમિયાન જ કમોસમી વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમા નુકશાન થયું છે ખાસ કરીને મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોને સપૂર્ણ નુકશાન થયું છે અને વધીને અનેક વિસ્તારોમા શિયાળાની સિઝનના પાકો જેમ કે જીરુના પાકને કમોસમી વરસાદના લીધે નુકસાન થયુ છે જેને કારણે ખેડૂતોને વર્ષ દરમિયાન ઘરનુ ગુજરાન ચલાવવા મુશ્કેલ બનશે તેમજ માલ ઢોર માટે ચારાની મોટી સમસ્યાઓ ઉદભવવાની ભીતિ વર્તાતા ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના હક્ક માટે કિસાન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રાનું આજે રાજકોટ ખાતે આગમન થતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતુ. બેડી ચોકડી, માધાપર ચોકડી, કેકેવી હોલ ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્વાગત કરવામા આવ્યું હતું. માધાપર ચોકડીથી 200થી વધુ ટુ વ્હીલરો સ્વરૂપે રેલી આ ટ્રેક્ટર રેલીમા જોડાતા રોડ પર ખેડૂત એકતા જિંદાબાદના નારા ગુંજી ઉઠ્યા હતા.
કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે સરકારે ખેડૂતો માટે જે સહાય પેકેજ જાહેર કર્યું છે તે મજાક સમાજ છે. ખેડતુઓને મોલ વાવવા માટે એક વીઘે 15000 થી વધુ તો માત્ર ખર્ચ આવે છે ત્યારે સરકારે 3500 રૂપિયાની સહાય આપીને ક્રૂર રીતે મજાક કરી છે. છેલ્લા એક અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં 4 ખેડૂતોએ આત્મહત્યા કરી છે ત્યારે સરકારના પેટમાં પાણી નથી હાલતું તે દુ:ખદ છે. જ્યાં સુધી સરકાર ખેડૂતોનુ સંપૂર્ણ દેવુ માફ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ નવા નવા આંદોલનો શરૂ રાખશે. આ સરકારને માત્ર ઉદ્યોગપતિઓ જ દેખાય છે એટલે જ એમના કરોડના દેવા માફ કરે છે અને ખેડૂતોની સામે પણ નથી જોતી તે શર્મજનક છે. આ યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થઈને અને ખેડૂતો, ખેત મજૂરો, સાગર ખેડુઓ તથા પશુપાલકોની મુશ્કેલીઓ અને હકોની માંગને સરકાર સુધી પહોચાડવાના મુખ્ય ધ્યેય છે. સરકાર માત્ર જાહેરાતો કરે છે, પરંતુ ખેડૂતોને ચુકવણી સમયે ફક્ત 30 થી 35 ટકા સહાય જ મળી રહી છે ઉપરાંત વર્ષ 2020થી પાકવિમા યોજના બંધ હોવાથી ખેડૂત સંપૂર્ણપણે સરકારની દયા પર નિર્ભર બન્યા છે. કોંગ્રેસના લાલજી દેસાઈ, જીગ્નેશ મેવાણી, લલિત વસોયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ગાયત્રીબા વાઘેલા, હિતેશ વોરા, રાજદીપસિંહ જાડેજા, મહેશ રાજપૂત, વશરામ સાગઠિયા, સંજય અજુડીયા, રોહિત રાજપૂત સહિત પ્રદેશ અગ્રણીઓ આ યાત્રામા જોડાયા હતા.



