કોંગ્રેસને ફાળવણી નહીં કરાઇ તો ચૂંટણી પંચ પાસે જવાની ફરજ પડશે: કોંગ્રેસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટ મનપાના કમિશનરને આજરોજ રજૂઆત કરેલી છે કે જે વિધાનસભા 68 મતવિસ્તારમાં હોર્ડિંગ્સ-કિઓસ્ક લાગેલા છે જે રીન્યુ નથી થયા તેમ છતાં કેવી રીતે આપ્યા ? અને અન્ય રાજકીય પક્ષને ફાળવવામાં આવ્યા? કોંગ્રેસ પક્ષને શા માટે ફાળવવામાં આવતા નથી ? તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુ, વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી અને ગુજરાત કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપુત દ્વારા તા.15/11, 16/11, 18/11 અને 19/11 ના રોજ લેખિત રજુઆતો કરવામાં આવેલી છે તેમ છતાં તે રજૂઆત પરત્વે કોઈ જ ગંભીરતા દાખવવામાં આવી નથી, જે લેખિત રજુઆતોને પગલે આજે ગુજરાત કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજપુત, રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષના પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, ગોપાલ અનડકટ, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા સહિતના આગેવાનોએ આજે રૂબરૂ મનપાના કમિશનર પાસે હોર્ડિંગ્સ-કિઓસ્ક ફાળવવા રજુઆત કરી ત્યારે કમિશનરે જણાવ્યું હતું.
- Advertisement -
આજે અથવા કાલે તમામ પાર્ટીઓની અને એજન્સીઓની મીટીંગ બોલાવવામાં આવશે. આમ હોર્ડીંગ્ઝ-કિઓસ્ક કોંગ્રેસને ફાળવવામાં ન હી આવે તો નાછૂટકે નામદાર કોર્ટના દ્વારે ચૂંટણી પંચ સામે જવાની ફરજ પડશે તેવું મહેશ રાજપુત દ્વારા જણાવાયું છે.



