પ્રવેશ મામલે સત્તાધિશો સાચા હોય તો સમય અને સ્થળ બતાવી મીડિયાની હાજરીમાં ચર્ચા કરવા આવવા વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતનો ખુલ્લો પત્ર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ાવમ ની પ્રવેશ પ્રક્રિયા નિયમો વિરુદ્ધ અને અનેક ગેરરીતિઓ થયા મામલે કોંગ્રેસના વિદ્યાર્થી આગેવાનોએ બે દિવસ પહેલા મેરીટ લિસ્ટની યાદીની હોળી કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જો કે આજે કોંગ્રેસના વિદ્યાર્થીનેતાએ આ મામલે વધુ જણાવ્યું હતું કે અમને અનેક વિદ્યાર્થીઓની ફરિયાદો મળી છે ાવમ ની પ્રવેશ પ્રક્રિયામાં સતાધીસોએ પોતાની મનમાની ચલાવી નિયમો વિરુદ્ધ પોતાના લાગતા વળગતાને પ્રવેશ આપી દીધો છે. યુનિવર્સિટીએ ાવમ માં પ્રવેશ પહેલા ખાલી પડેલી જે જગ્યાઓ જાહેર કરી તેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો નથી અને ાવમના ગાઇડોની અવળચંડાઇને પ્રોત્સાહન સતાધીસો આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો. કમ્પ્યુટર સાયન્સમાં 8 બેઠકો ખાલી હતી જો કે પ્રવેશ માત્ર 2 જ વિદ્યાર્થીઓને આપ્યો! જે વિદ્યાર્થી નેટસ્લેટ કક્ષાની એન્ટ્રેન્સ અને મેરીટ પરીક્ષાઓ પાસ કરી છતાં તેઓના પ્રપોઝલ અયોગ્ય ઠેરવવાના બહાના આપી વિધાર્થીઓના હક પર તરાપ આ સતાધીસો મારી રહ્યા છે. આવા દરેક ભવનોમાં નિયત ખાલી બેઠકો કરતા ઓછા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપ્યો તે નિંદનીય બાબત છે.જે જે ભવનોમાં ાવમ માં પ્રવેશ આપ્યો તેમાં ડીઆરસીના માર્ક્સ અને ટોટલ મેરીટ મુક્યા વગર જ લોલમલોલ મળતીયાવને ઘુસાડી દીધા છે. અનામત રોટેશન અને દિવ્યાંગોની રિઝર્વ સીટોનો નિયમોનો પાલન કર્યું નથી. ઇતિહાસ ભવનમાં પ્રપોઝલ જમા કરાવવાના અંતિમ સમય તા.27 સાંજ સુધી હતી અને તા.26 ના સાંજે તો ડીઆરસી પૂર્ણ કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધો ! સત્તાધીશોની જવાબદારી બને કે કોઈ પણ પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શકતા જળવાવી સાથે વિદ્યાર્થીઓના હક અધિકાર મળવા જોયે પરંતુ અહીંયા સાવ ઉલટું થયું તે શરમજનક છે.
કોંગી પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ બાબતે અમે સોમવારે કેમ્પસમાં ધરણા યોજવા પોલીસ કમિશનરશ્રીને પત્ર લખી મંજૂરી માંગી છે. યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટરશ્રીને ખુલ્લો પડકાર ફેંકીયે છે તમે ાવમની પ્રવેશ પ્રક્રિયા નિયમોનુસાર અને પારદર્શકતાથી કરી હોય અને સાચા હોય તો મંગળવાર કે બુધવારે તમારી અનુકૂળતાએ સેનેટ હોલમાં મીડિયાની હાજરીમાં ચર્ચા કરવા આવો. અમે એવી અનેક બાબતોમાં પુરાવા સહીત સાબિત કરીશું કે સમગ્ર ાવમ પ્રવેશ પ્રક્રિયા શું શું નિયમો વિરુદ્ધ અને ગેરરીતિઓ થઇ છે. વિદ્યાર્થીને દેખીતો અન્યાય થયો છે પણ જોઈએ હવે કે સતાધીસોમાં કેટલો દમ છે.આશા રાખી કે અમારો પડકારનો સ્વીકાર કરી ચર્ચા માટે સમય,સ્થળ જણાવશે.