રાજકોટ મહાનગરમાંથી સ્થાન પામનાર પ્રદેશ આર્થિક સેલના સંયોજક ડી. માધવભાઈ દવેને, પ્રદેશ ચિકિત્સા સેલના સંયોજક ડો. અતુલભાઈ પંડયા, પ્રદેશ શિક્ષણ સેલના સંયોજક તરીકે મહેન્દ્રભાઈ પાડલીયા, પ્રદેશ વિધી( કાયદા વિષયક) સેલના સંયોજક તરીકે દિલીપભાઈ પટેલ, પ્રદેશ માલધારી સેલના સંયોજક તરીકે દિનેશભાઈ ટોળીયાને અને પ્રદેશ રમતગમત સેલના સંયોજક તરીકે પૃથ્વીરાજસિહ વાળાની વરણી
તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલજી ઘ્વારા પ્રદેશના વિવિધ સેલના સંયોજકની વરણી જાહેર કરવામાં આવેલ. આ વરણીમાં રાજકોટ મહાનગરમાંથી સ્થાન પામનાર પ્રદેશ ભાજપના વિવિધ સેલમાં વરણી પામનાર ડો. માધવભાઈ દવે, ડો. અતુલભાઈ પંડયા, મહેન્દ્રભાઈ પાડલીયા, દિલીપભાઈ પટેલ, દિનેશભાઈ ટોળીયા, પૃથ્વીરાજસિહ વાળાની વરણી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ મહાનગરના આ તમામ સંયોજકની વરણીને આવકારતા ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તા આધારીત અને કેડરબેઇઝ પાર્ટી છે ત્યારે પાર્ટીમાં કાર્યકર્તાઓના હોદા અને જવાબદારી બદલાતી રહે છે, પરંતુ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ રાષ્ટ્રવાદના રંગે રંગાઈ હંમેશા કોઈને કોઈ ને રીતે અને કોઈના કોઈ માધ્યમથી લોકસેવામાં તેમજ વિવિધ સેવાકાર્યોમાં રત રહર્યો છે ત્યારે પ્રદેશ ભાજપના વિવિધ સેલમાં વરણી પામનાર ડો. માધવભાઈ દવે, ડો. અતુલભાઈ પંડયા, મહેન્દ્રભાઈ પાડલીયા, દિલીપભાઈ પટેલ, દિનેશભાઈ ટોળીયા, પૃથ્વીરાજસિહ વાળા પોતાને મળેલ આ નવી જવાબદારી વડે પાર્ટીના સંગઠનનો વ્યાપ વધારશે, ત્યારે રાજકોટ મહાનગરમાંથી સ્થાન પામનાર ડો. માધવભાઈ દવેને પ્રદેશ આર્થિક સેલના સંયોજક તરીકે ડો. અતુલભાઈ પંડયાને પ્રદેશ ચિકિત્સા સેલના સંયોજક તરીકે, મહેન્દ્રભાઈ પાડલીયાને પ્રદેશ શિક્ષણ સેલના સંયોજક તરીકે, દિલીપભાઈ પટેલને પ્રદેશ વિધી( કાયદા વિષયક) સેલના સંયોજક તરીકે, દિનેશભાઈ ટોળીયાને પ્રદેશ માલધારી સેલના સંયોજક તરીકે અને પૃથ્વીરાજસિહ વાળાને પ્રદેશ રમતગમત સેલના સંયોજક તરીકેની ભૂમિકા ઉત્કૃષ્ઠ રીતે નીભાવી પાર્ટીનો વ્યાપ વધારશે તેવી ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર સહીતના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી આવકારસહ અભિનંદન પાઠવ્યા હતા.


