એથિક્સ કમિટીના અધ્યક્ષ વિનોદ સોનકરે શુક્રવારે કહ્યું હતું કે, સંસદમાં ‘પ્રશ્નો પૂછવા માટે રોકડ લેવા’ના મુદ્દે તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા વિરુદ્ધ તેમને દર્શન હિરાનંદાનીનો પત્ર હજુ સુધી મળ્યો નથી
બિઝનેસમેનથી પૈસા લઈને સંસદમાં અદાણી મુદ્દે સવાલ કરવાનો આરોપ તૃણમૂલ કોંગ્રેસ (TMC) મહુઆ મોઇત્રા વિરુદ્ધ લાગ્યા બાદ હવે નવી અપડેટ સામે આવી છે. એથિક્સ કમિટીના અધ્યક્ષ વિનોદ સોનકરે શુક્રવારે (20 ઓક્ટોબર) કહ્યું હતું કે, સંસદમાં ‘પ્રશ્નો પૂછવા માટે રોકડ લેવા’ના મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ (TMC) મહુઆ મોઇત્રા વિરુદ્ધ તેમને દર્શન હિરાનંદાનીનો પત્ર હજુ સુધી મળ્યો નથી. વાસ્તવમાં ટીએમસી સાંસદ મહુઆ પર આરોપ છે કે, તેમને સંસદમાં પ્રશ્નો પૂછવા માટે રોકડ આપવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ તેને મોંઘીદાટ ભેટ પણ મળી છે. જોકે નોંધનીય છે કે, મહુઆએ આ આરોપોને ફગાવી દીધા છે.
- Advertisement -
એક ખાનગી મીડિયા ચેનલ સાથે વાત કરતાં એથિક્સ કમિટીના અધ્યક્ષ વિનોદ સોનકરે જણાવ્યું હતું કે, એથિક્સ કમિટી આ કેસમાં પુરાવાની તપાસ કરશે. તેમનું કહેવું છે કે, આ ખરેખર ગંભીર બાબત છે. તેમણે કહ્યું, કમિટી આ મુદ્દાની તપાસ કરવા જઈ રહી છે. અમે તમામ પક્ષોને સમિતિ સમક્ષ પુરાવા રજૂ કરવા કહ્યું છે. વાસ્તવમાં BJP સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને મહુઆ મોઇત્રા વિરુદ્ધ ‘પ્રશ્નો પૂછવા માટે રોકડ લેવા’ના કેસમાં તપાસ સમિતિની તપાસ કરાવવાની અપીલ કરી હતી.
નિશિકાંત દુબેએ પત્રમાં શું કહ્યું ?
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર નિશિકાંત દુબેએ પોતાના પત્રમાં કહ્યું કે, મહુઆ મોઈત્રાએ એક બિઝનેસમેન પાસેથી પૈસા લીધા અને સંસદમાં સવાલો પૂછ્યા. તેમણે કહ્યું કે, આ વિશેષાધિકારનું ગંભીર ઉલ્લંઘન, ગૃહની અવમાનના અને IPCની કલમ 120 હેઠળ ગુનો છે. ભાજપના સાંસદે વકીલ તરફથી મળેલા પત્રને ટાંકીને આ આરોપો લગાવ્યા છે. આ તરફ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ દુબેની ફરિયાદને ધ્યાનમાં લીધી અને તેને એથિક્સ કમિટીને મોકલી દીધી.
હિરાનંદાનીએ શું કહ્યું?
હિરાનંદાની ગ્રુપના સીઈઓ દર્શન હિરાનંદાનીએ આરોપ લગાવ્યો છે કે, ટીએમસી સાંસદ મહુઆ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા માગે છે. તેથી તેમણે સંસદમાં પૂછાયેલા પ્રશ્નો દ્વારા ગૌતમ અદાણી પર નિશાન સાધ્યું હતું. હસ્તાક્ષરિત એફિડેવિટમાં હિરાનંદાનીએ સ્વીકાર્યું છે કે, તેમણે મહુઆના સંસદીય લોગિન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કર્યો હતો અને તેના વતી પ્રશ્નો પૂછ્યા હતા. મહુઆએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
- Advertisement -
નિશિકાંત દુબેએ કર્યો મોટો દાવો અને પછી…..
વાસ્તવમાં સંસદમાં સવાલ પૂછવાના બદલામાં રોકડ લેવાનો મામલો બીજેપી સાંસદ નિશિકાંત દુબેના દાવા બાદ શરૂ થયો હતો. આ બાબતની માહિતી આપનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમણે લોકસભા અધ્યક્ષને લખેલા પત્રમાં જે બિઝનેસમેનનો ઉલ્લેખ કર્યો હતો તે દર્શન હિરાનંદાની હતા. હવે હિરાનંદાની દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક એફિડેવિટ સામે આવી છે જેમાં મહુઆ સામેના આરોપો અને પૈસાની લેવડ-દેવડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.