માર્ગ મકાન વિભાગે ભ્રષ્ટાચારના બદલે ભારે વાહન પર કળશ ઢોળ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
મૂળી તાલુકાના દુધઈથી ખાટડી ગામને જોડતો માર્ગ છેલ્લા કેટલાય વર્ષથી બિસ્માર હોય જેથી બંને ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતો બાદ અંતે આશરે 93.81 લાખના ખર્ચે ગત વર્ષ 2023માં આ રીડ નિર્માણ કરાયો હતો જેથી બંને ગામના રહીશોને આનંદનો પર રહ્યો ન હતો પરંતુ ગ્રામજનોના આનંદ વધુ સમય ટક્યો ન હતો અને રોડ નિર્માણના એક વર્ષ બાદ જ રોડ પર ખાડા રાજ જામ્યું હતું. જે અંગેનો અહેવાલ “ખાસ ખબર” દ્વારા પ્રસિદ્ધ કરાયો હતો. અહેવાલ પ્રસિદ્ધ થતા જ તંત્ર સફાળું જાગ્યું હતું અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ મૂળી ખાતે દોડી આવ્યા હતા. અધિકારીઓ દ્વારા તપાસ કરતા દુધઈથી ખાટડી રોડ પર આવેલ સોલાર પ્લાન્ટમાં આવતા ભારે વાહનોના લીધે રોડ ભાંગી પડ્યો હોવાનો ખુલાસો કર્યો હતો.
- Advertisement -
પરંતુ પોતાના કોન્ટ્રાકટર દ્વારા કરેલ ભ્રષ્ટાચાર છુપાવ્યો હતો. જ્યારે દુધઈથી ખાટડી ગામનો નવનિર્માણ થયેલ માર્ગ બાબતે ભારે વાહન નીકળવાને લીધે બિસ્માર થયો હોવાનું માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા જણાવતા હવે જિલ્લા ખાણ ખનીજ પર શંકા ઉદભવી છે. ત્યારે હાલ એક વર્ષમાં જ બિસ્માર થયેલ રોડની લઇને માર્ગ મકાન વિભાગ દ્વારા સોલાર પ્લાન્ટના સંચાલકોને દ્વારા મંગાવવામાં આવતા ઓવર લોડ વાહનો પર કળશ ઢોળી ભ્રષ્ટાચારને છુપાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.