23 કેસ દફતરે કરતા કલેકટર : એક કેસ પેન્ડિંગ રાખવા સમિતિએ લઈ નિર્ણય લીધો હતો
રાજકોટમાં જિલ્લા લેન્ડ ગ્રેબિંગ એક્ટ કમિટીની બેઠકમાં 31માંથી 23 કેસ દફતરે કરાયા છે. જ્યારે 7 કિસ્સામાં ફરિયાદ નોંધવા આદેશ કરાયો છે. એક કેસ પેન્ડિંગ રાખવા સમિતિએ લઈ નિર્ણય લીધો હતો.
- Advertisement -
કલેકટર તંત્ર દ્વારા જણાવાયું છે કે, ગુજરાત જમીન પચાવી પાડવા પર ( પ્રતિબંધ ) અધિનિયમ – 2020 અન્વયે રજુ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે મંગળવારે રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને સમિતિની બેઠક યોજવામાં આવી હતી. તપાસનીશ અધિકારીઓ દ્વારા તપાસ કરી, અહેવાલ રજુ થયેલા હોય તેવા કુલ 31 કેસો બેઠકમાં સમિતિ સમક્ષ રજુ થયા હતા. આ રજુ થયેલ કેસો પૈકી કુલ 7 કેસમાં એફ.આઈ.આર. કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે 1 કેસ પેન્ડીંગ રાખવામાં આવ્યો છે. તેમજ 23 કેસ દફતરે કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.
બેઠકમાં કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક કલેકટર કે.બી. ઠક્કર, પ્રાંત અધિકારીઓ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી પ્રવિણ કુમાર, એસીપી પી.કે. દીયોરા, એસીપી જી. એસ. ગેડમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ જિલ્લા કાયદો-વ્યવસ્થા સમિતિની બેઠક યોજાઇ
- Advertisement -
રાજકોટ જિલ્લાની કાયદો-વ્યવસ્થા સમિતિની બેઠક કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં પ્રાંત કચેરી કક્ષાએ તેમજ મેજીસ્ટ્રીયલ શાખા દ્વારા કરવામાં આવતી કામગીરી અને પેન્ડીન્ગ અરજીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરએ સંબંધિત અધિકારીઓને નિયત સમયમર્યાદામાં કામગીરી પુર્ણ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત જાહેરનામાની અમલવારી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સીઆરપીસી એક્ટ હેઠળની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી,એસ.પી.જયપાલસિંહ રાઠોડ, પ્રવિણકુમાર, અધિક કલેકટર કે.બી ઠક્કર તેમજ પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


