કેશોદના જાગૃત નાગરીકે સ્થળ પર ખરાઇ કરી ખનીજ વિભાગને ફરિયાદ કરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં તાજેતરમાં જ ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી સામે ફરિયાદો દાખલ કરવામાં આવેલી હતી. ત્યારે વધુ એક ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ કેશોદના જાગૃત નાગરીક જગદીશ યાદવ અને રાવલીયાએ જૂનાગઢ ખાણ ખનીજ વિભાગમાં લેખીત ફરિયાદ કરી છે. ખનીજ ચોરી થતી અટકાવવા બાબતે ખનીજ વિભાગમાં ફરિયાદ કરતા જણાવ્યુ છે કે, કેશોદ તાલુકાનાં અજાબ મુકામે અમૃતસરોવર યોજના અંગે રિયાલીટી ચેક કરતા જેમાં અમૃતસરોવરની સામે ચાલતા તળાવમાં 3 ટ્રેકટર અને એક જેસીબી જોવા મળેલ ત્યારે અજાબ ગામના સરપંચની સાથે ફોન દ્વારા પુછપરછ કરવામાં આવતા સરપંચે જણાવેલ કે, અમોને આ ટ્રેકટર કે જેસીબી અંગે કંઇ ખબર નથી. ત્યારે સ્થળ પર જતા એક રેતી ભરેલ ટ્રેકટર તથા ખાલી ટ્રેકટર અમોને જોઇને નાસી ગયેલ હતા. અને જેસીબીના ચાલક ભાગવાની તૈયારી કરતા તેને રોકેલ અને પુછવામાં આવેલ ખનીજ કાઢવાની પરમીશન મળેલ છે કે નહીં તો તેણે સરપંચ સાથે વાતચીત કરાવેલ જેમાં પહેલા સરપંચે જાણ નથી તેવુ જણાવેલ ત્યાર બાદ ખબર પડતા આ બાબતની જાણ છે તેવુ જણાવતા તે બાબતથી એ માલુમ થાય છે કે, અગાઉ પણ ખનીજ ચોરી થતી હોય તેવુ જાણવા મળતા તમામ મોબાઇલ કોલ રેકોડીંગ અને વિડીયો ગ્રાફી સાથે ખાણ ખનીજ વિભાગને અરજી કરીને ખનીજ ચોરીમાં સંડોવાયેલા તમામ અરજદારો ઉપર કાયદેસર કરવાની ફરિયાદ કરવામાં આવી છે.


