શહેરના વિમલનગર રોડ પર આવેલા ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપની બાજુમાં બનેલ
‘ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપ’ની દીવાલનો દુરુપયોગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતાં રહેવાસીઓ: મ્યુ. કમિશનરને રજૂઆત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપની બાજુમાં બનેલ 99 મેરીગોલ્ડ ટાઉનશીપ દ્વારા જમીનની પેશકદમી થયેલી છે અને ટાઉનશીપની દીવાલનો દુરુપયોગ કરી રહ્યા છે જેની સત્વરે તપાસ કરાવી યોગ્ય પગલાં લેવા ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપના રહેવાસીઓએ મ્યુ. કમિશનરને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિમલનગર મેઈન રોડ પર આવેલા ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપમાં વસવાટ કરીએ છીએ, અમારી આ ટાઉનશીપની બાજુમાં આવેલા 99 મેરીગોલ્ડ ટાઉનશીપના પ્રમોટર્સ દ્વારા તેમની જગ્યામાં આડશ માટે દીવાલ બનાવવા તેમના પ્લાનમાં દર્શાવેલ પરંતુ મોટાભાગના ફલેટ વેચાણ થયા બાદ હવે દીવાલ બનાવવામાંથી અને પોતાની જવાબદારી બજાવવાને બદલે વિમુખ થઈ ગયેલા છે.
આજની તારીખે તેઓએ બેથી અઢી ફૂટ જગ્યાનું દબાણ કરેલું છે જે 99 મેરીગોલ્ડના મૂળ નકશા અને પ્લાનમાં દર્શાવેલી જગ્યાથી તદ્દન વિપરીત છે તેમજ તેઓએ પોતાના પ્લાનમાં દિવાલ બનાવી આડશ ઉભી કરવા દર્શાવેલી છે. 99 મેરીગોલ્ડમાં હાલ રહેવાસીઓ પણ અમોને અત્રે મળવા આવેલા અને જણાવેલું કે આ મકાનની ખરીદ કરેલ ત્યારે તેઓએ જણાવેલ કે ચારે બાજુથી સંપૂર્ણ રીતે દિવાલો અને દરવાજાથી સુરક્ષિત આ ટાઉનશીપ બનાવવામાં આવશે પરંતુ હવે વિશ્ર્વાસનો સેતુ તૂટતો હોય તેવું જણાઈ રહ્યું છે. હવે સવાલ એ છે કે બિલ્ડિંગનું કામ બાકી હોવા છતાં બિલ્ડિંગ વપરાશનું પ્રમાણપત્ર મળી શકે? કેવી રીતે અપાયું? કોણે આપ્યું?, આ બિલ્ડિંગમાં નિયમ વિરુદ્ધ બાંધકામ થયેલ છે જેની કોઈ તપાસ થયેલ નથી. આના માટે જવાબદાર કોણ? બિલ્ડિંગ બનાવનાર દ્વારા 2.5 ફૂટની પેશકદમી કરી દબાણ કરેલ છે. આ બાબત કોર્પોરેશનના ધ્યાને કેમ ન આવી? બાંધકામ શાખા દ્વારા આ બાબતે કેમ તપાસ થયેલ નથી? અને અમારી પ્રોપર્ટીનો દુરુપયોગ શા માટે? આમ અનેક સવાલો તંત્ર સામે ઉઠી રહ્યા છે.
- Advertisement -
આ દીવાલનો તેઓ દ્વારા સતત દુરુપયોગ થઈ રહ્યો છે. આ અંગે તેઓનું વારંવાર ધ્યાન દોરેલું હોવા છતાં આ બાબતે તેઓ નિષ્કાળજી દર્શાવી રહ્યા છે. હવે તેમના કંપાઉન્ડમાંથી કચરો, પુરાણીવસ્તુઓ અને એંઠવાડના ઘા કરી અમારા બગીચામાં સતત ગંદકી કરી ઉપદ્રવ કરી રહ્યા છે. બાગબગીચામાં વૃદ્ધો, બાળકો, સ્ત્રીઓ જ્યારે નવરાશની પળોમાં ત્યાં બેઠા હોય તો માથામાં બોલ-દડા વાગે છે. બાળકો દીવાલ ઠેકી દડા લેવા આવે છે. આ બધી બાબતોથી રહેવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે આ અંગે ઘટતું કરવા માંગ કરવામાં આવી છે.



