સોલાર કંપની પાસેથી દાદાગીરી કરી 15.50 લાખ રૂપિયા પડાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામની સીમમાં સરકારી જમીન પર સોલાર પાવર પ્લાન્ટની કામગીરી થતી હોય જે બાબતે સરકારી જમીન પર વીજ પોલ નાખવા સહિતની કામગીરી અંગે પૂર્વ મંજૂરી પણ મેળવેલી હોય છતાં આ કામગીરીને સ્થગિત કરવી ચાર જેટલા શખ્સો જેમાં જયેશ ચમનભાઈ ભટ્ટ, હાર્દિક વિનોદરાય ભટ્ટ, કાર્તિક વિનોદરાય ભટ્ટ, ધ્રુવ ઉર્ફે ભોલો અશોકભાઈ ભટ્ટ દ્વારા દીપકભાઈ મગનભાઈ અઘારાને જેમ તેમ ગાળો આપી સરકારી જમીન પર તેઓનો 70 વર્ષથી કબ્જો હોય
- Advertisement -
જેથી સોલાર કામગીરી બંધ કરાવી ધમકી આપતા અંતે સમગ્ર મામલો પતાવવા માટે રૂપિયા એક કરોડની માંગ કરી બાદમાં 15.50 લાખ રૂપિયામાં સમાધાન કર્યું હતું આ તરફ સોલાર પ્લાન્ટ ની કામગીરી કરતા દીપકભાઈને આ શખ્સોની ડર લાગવાના લીધે રૂપિયા પણ આપી દીધા હતા છતાં શખ્સો દ્વારા વીજપોલ નાખવાની કામગીરી શરૂ કરવામાં વિક્ષેપ કરતા શખ્સો સામે અંતે તાલુકા પોલીસ સ્થાને ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે