તું ડોબી છો, કરિયાવર કાઇ લાવી નથી કહી પતિ-સાસુ ત્રાસ આપતા
દિયર પણ મારવા દોડતો, માસીજી સાસુ કહેતા કે, તું ફરવા જતી એટલે જ મિસ ડિલિવરી થઈ ગઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
શહેરના ગાંધીગ્રામમાં લાખના બંગલા સામે અક્ષરનગરમાં ત્રણ માસથી માવતરે રહેતા દર્શનાબેન નામની પરીણીતાએ અમદાવાદ રહેતા પતિ માલવ ભરતભાઈ ભટ્ટ, સાસુ નિમાબેન હીમતનગર રહેતા દિયર લવ અને જામનગર રહેતા માસીજી પ્રિતીબેન કમલેશભાઈ ભટ્ટ સામે શારીરિક માનસિક ત્રાસ આપી, દહેજની માંગણી કરી મારકૂટ કર્યાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવી છે.
ફરિયાદમાં તેણીએ જણાવ હતું કે બીએડ પાસ છે પાંચ વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા પતિ ગાંધીનગરમાં પ્રાઈવેટ નોકરી કરે છે. એકાદ વર્ષ સુધી ઘરસંસાર સારી રીતે ચાલ્યો હતો. બાદમાં પતિ અને સાસુએ દહેજની માગણી શશરૂ કરી દીધી હતી લગ્ન વખતે હોટલમાં જમણવાર રાખ્યો હતો છતાં સાસુએ તમે અમને ચાલીમાં જમાડયા, કરીયાવરમાં કાંઈ લઈ આવી નથી તેવા મેણાં મારવાનું શશરૂ કર્યું હતું તેનો ખાર રાખી ઝઘડા શરૂ કરી ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતું. આ વખતે પતિ પણ મારા મમ્મી મારા માટે બધુ જ છે, તું મારા માટે કાંઈ નથી, તું ગાંડી છો તેમ કહી નોકરાણીની જેમ રાખતો હતો 2020માં પતિ અને સાસુએ ઘરકામ અને દહેજ બાબતે ઝઘડો કરતાં સાસુના કહેવાથી પતિએ હિંમતનગરથી રાજકોટની બસમાં બેસાડી દીધી હતી. જોકે બાદમાં સમાધાન થઈ જતાં મારે પણ સંસાર ચલાવવો હોય જેથી હું સાસરે ગઈ હતી.
- Advertisement -
બાદમાં પતિ અને સાસુ પિયર આવવા દેતા નહીં. દિયર હિંમતનગરમાં જીમ ચલાવે છે. જે શિન-રવિની રજામાં અમદાવાદ આવી સાસુને ચડામણી કરી તેની સાથે ઝઘડા કરતો હતો. એટલું જ નહીં મારવાની પણ કોશિષ કરી હતી. તેને ડોબી કહીને બોલાવતો હતો માસીજી કહેતા કે પિયર જતાં રસ્તામાં કૂવો આવે તો તેમાં પડી જવાય. તે સર્ગભા હતી ત્યારે એવા મેણાં મારતા કે તું રીવરફ્રન્ટ ફરવા જતી હતી, તારા રખડવાના કારણે જ તારી મીસ ડીલીવરી થઈ ગઈ છે સાસરિયાઓએ ઘર છોડવા મજબુર કરી ગઈ તા.8 જાન્યુઆરીના રોજ તેને હતી. તે વખતે પતિ પણ ઘરે હાજર ન હતો. પિયર આવ્યા બાદ પતિ કે સાસરિયાઓએ કોઈ કોલ કર્યો નથી. જેથી કંટાળીને આખરે ફરિયાદ નોંધાવી હતી.



