ક્ષત્રિય સમાજના આગેવાન આદિત્ય ગોહિલે ફરિયાદ કરી છે
રૂપાલા સામે કલમ 499, 500 મુજબ બદનક્ષીની ફરિયાદ: કોર્ટે 2 સાક્ષીઓની તપાસણી કરવા 15 એપ્રિલની મુદ્દત રાખી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ, તા.29
પુરુષોત્તમ રૂપાલા સામે રાજકોટ કોર્ટમાં ફરિયાદ થઇ છે. જેમાં ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીને લઈ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન આદિત્ય ગોહિલે ફરિયાદ કરી છે. જેમાં રૂપાલા સામે કલમ 499, 500 મુજબ બદનક્ષીની ફરિયાદ થઇ છે.કોર્ટે 2 સાક્ષીઓની તપાસણી કરવા 15 એપ્રિલની મુદ્દત રાખી છે. તથા શાબ્દિક ટિપ્પણીને લઈ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપની કવાયત વચ્ચે ક્ષત્રિય આગેવાન લડી લેવાના મૂડમાં છે. તેમજ વિવાદ પૂર્ણ કરવા ભાજપના મોવડી મંડળની કવાયત વચ્ચે ક્ષત્રિય આગેવાનો માનવાના મૂડમાં નથી. તેમજ આદિત્ય ગોહિલે જણાવ્યું છે કે મને કોર્ટ અને ન્યાયાધિશ પર સંપૂર્ણ ભરોસો છે. કોઇ જ્ઞાતિ વિશે ઘસાતુ બોલવાનો કોઈ અધિકાર નથી.
રજવાડાઓનું વિલિનિકરણ થયું એટલે દેશ બન્યો છે. રાજપૂત સમાજના તમામ યુવાનો આક્રમકતાથી લડશે. તેમજ વધુમાં જણાવ્યું છે કે ગત 24 તારીખના રોજ પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી લક્ષી ભાષણ કરી ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી. આ ભાષણ રૂપી ટિપ્પણી મામલે મને અંગત રૂપથી દુ:ખની લાગણી થઇ છે. આ અંગે અમે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. જેને લઇને કોર્ટ દ્વારા અમને સાંભળી સાક્ષીઓ સાથે 15 એપ્રિલના રોજ હજાર થવા જણાવ્યું છે.આ નિવેદન અંગે ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ લડત ચલાવી રહ્યા છે. કોઈ મામલે આ મુદ્દે સમાધાન કરવામાં આવનાર નથી. માત્ર ક્ષત્રિય સમાજ જ નહી કોઈ પણ જ્ઞાતિ કે સમાજ વિશે ઘસાતું કે અન્ય ટિપ્પણી કરવી અયોગ્ય છે અને કરી પણ ન શકાય. આ મુદ્દે મિટિંગ કે બેઠક દ્વારા કોઈ સમાધાન શક્ય નથી. યુવકોની એક જ માંગણી છે કે ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે રદ્દ કરવાની મુખ્ય માંગણી છે. સમાજની એક જ માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે હરાવવા જોઈએ. આ અંગે કોર્ટ દ્વારા ઇન્કવાયારી અંગે આદેશ આપેલો છે.
- Advertisement -
પુરુષોત્તમ રૂપાલાના વિવાદને ડામવા ભાજપનું ડેમેજ કંટ્રોલ શરૂ થયું
ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા કરશે બેઠક
પુરુષોત્તમ રૂપાલાના વિવાદને ડામવા ભાજપનું ડેમેજ કંટ્રોલ શરૂ થયુ છે. જેમાં ગોંડલના પૂર્વ ખકઅ જયરાજસિંહ જાડેજા બેઠક કરશે. તેમાં આજે ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક યોજાવા જઇ રહી છે. વિવાદને પૂરો કરવા જયરાજસિંહ જાડેજા પ્રયત્ન કરશે.રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઇને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા ડેમેજ ક્ધટ્રોલના પ્રયત્નો હાથ ધરાયા છે. સૌરાષ્ટ્રના ભાજપના ક્ષત્રિય આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને ક્ષત્રિય સમાજના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. વિવાદને પૂરો કરવા માટે જયરાજસિંહ જાડેજા દ્વારા પ્રયત્નો હાથ ધરાશે. અગાઉ અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહાબેઠક થઇ હતી. જેમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી રોષ ફેલાયો છે. ત્યારે ક્ષત્રિય સમાજે જણાવ્યું છે કે દરેક જિલ્લામાં રુપાલાના પૂતળા દહન કરાશે. ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરતુ નથી.પુરુષોત્તમ રુપાલાને ઉમેદવાર પદેથી દૂર કરવા માગ કરાઇ હતી. અમે રુપાલા સામે એક તરફી મતદાન કરીશુ. રુપાલાને ઉમેદવાર બનાવશે તો વિરોધમાં મત આપીશુ. સમાજ સામે આવીને માફી માગે તેવી માગ છે. અમારા સમાજનું અપમાન સહન ન કરી શકાય. રુપાલા વ્હાલા હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહો. રાજકોટ બેઠક પર જ અમે રુપાલાના વિરોધમાં છીએ. રુપાલાએ યોગ્ય માફી માગી નથી.