સત્તાના દુરુપયોગની તમામ હદ વટાવતા શિલ્પા જાવિયા
શિલ્પા જાવિયા પર ઈથોસ મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ એજન્સીને છાવરતા હોવાના આક્ષેપ
- Advertisement -
ઈથોસ મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રા.લિ. આઉટસોર્સ કંપની સાથે શિલ્પા જાવિયાની સાંઠગાંઠ?
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયા વિરુદ્ધ લાંચ રૂશ્વત વિરોધી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવા અંગેની વધુ એક અરજી વિરલ જોટવાએ નિયામકશ્રી લાંચ રુશ્વત વિરોધી ખાતું અમદાવાદને કરી છે. આ અરજીમાં તેમણે જણાવ્યું છે કે, જૂનાગઢ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયા દ્વારા એક જાગૃત નાગરિકને મોડી રાત્રે નશામાં ભૂંડી ગાળો આપવા બદલ કોઈપણ કાર્યવાહી થતી નથી અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી આ અધિકારી ઉપર અનેક ગંભીર આક્ષેપો હોવા છતાં શા માટે છાવરી રહ્યા છે તે એક તપાસનો વિષય છે, અગાઉ શિલ્પા જાવિયા ઉપર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના અનેક આક્ષેપો છે તેમ છતાં પણ તેમને ક્લાસ-1 ઓફિસરનો ગેરકાયદેસર રીતે ચાર્જ આપવામાં આવેલો છે.
મળેલ માહિતી મુજબ ઇથોસ એચ.આર. મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ આઉટસોર્સ એજન્સીને આઉટસોર્સની કામગીરી કરવા માટે જે વર્કઓર્ડર આપવામાં આવેલો હતો તે કાયદાથી વિરુધ હોવાથી તે બાબતે જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવેલી હતી અને આ સમગ્ર હકીકતની જાણ અને તેના પર કાર્યવાહી કરવાની સત્તા અને કાર્યવાહી તેમજ અહેવાલ કરવાની જવાબદારી શિલ્પા જાવિયાની હોવા છતાં આજ દિવસ સુધી જવાબદારો પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
- Advertisement -
ઉપરાંત જૂનાગઢના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાની જાણમાં એ ફરિયાદ પણ છે કે આ વર્કઓર્ડર સંપૂર્ણ ગેરકાયદેસર રીતના આપવામાં આવ્યો હતો, કાયદાની પ્રક્રિયા કર્યા વિના આપવામાં આવેલો હતો. તેમછતાં પણ પોતાની સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ કરી અને ઇથોસ મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડને સંપૂર્ણ રક્ષણ કરવામાં આવી રહેલું છે, અને જાણી જોઇને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી.
એક જાગૃત નાગરિક દ્વારા આ ઇથોસ એચ.આર. મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ આઉટસોર્સ એજન્સીને જે આઉટસોર્સનું કામ આપવામાં આવેલું છે તે કાયદાની વિરુદ્ધ તથા ભ્રષ્ટાચાર કરીને આપવામાં આવેલું છે તે બાબતની ફરિયાદ હોવા છતાં પણ હાલના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પાબેન જાવિયા દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી જે ખૂબ ગંભીર બાબત હોય ઉપરાંત આ ગેરકાયદેસર પ્રક્રિયાના આક્ષેપો બદલ વિકાસ કમિશ્નરશ્રી ગાંધીનગર તરફથી જિલ્લા વિકાસ અધિકારીને આદેશ પણ કરવામાં આવ્યો હતો અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આવી ગેરકાયદેસર એજન્સી વિરુદ્ધ કામ કરવાની સંપૂર્ણ જવાબદારી હોવાછતાં જાણી જોઇને પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને સરકારશ્રીના નીતિ નિયમ વિરુદ્ધ અપાયેલો આઉટસોર્સ એજન્સી વિરુધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરીને જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયા પોતાની સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ કરી રહેલા હોય સત્વરે જવાબદાર શિલ્પા જાવિયા પર પ્રિવેન્શન ઓફ એન્ટી કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા અને ખાતાકીય તપાસ કરી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા અંગેની એક અરજી વિરલ જોટવાએ નિયામકશ્રી લાંચ રુશ્વત વિરોધી ખાતું અમદાવાદને કરી છે.