સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા બાદ મામલો ગરમાયો અને હવે સંજય રાઉત વિરુદ્ધ નાસિકમાં ફરિયાદ દાખલ
શિવસેના નેતા સંજય રાઉતને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સંજય રાઉત વિરુદ્ધ નાસિકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. ફરિયાદના આધારે પંચવટી પોલીસે સંજય રાઉત વિરુદ્ધ આઈપીસીની કલમ 500 હેઠળ એનસી (Non cognisable) નોંધી છે.
- Advertisement -
સંજય રાઉતે રવિવારે એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ દાવો કર્યો હતો કે, શિવસેના પાર્ટીનું નામ અને તીર-ધનુષનું પ્રતીક ખરીદવા માટે 2000 કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે, તાજેતરમાં જ ચૂંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને વાસ્તવિક શિવસેના તરીકે જાહેર કર્યું હતું અને તેને ધનુષ અને તીરનું ચૂંટણી પ્રતીક ફાળવ્યું હતું.
A complaint has been filed against Uddhav Thackeray faction leader Sanjay Raut in Nashik in connection with his objectionable remarks against Maharashtra CM Eknath Shinde during a press conference in Nashik.
(File pic) pic.twitter.com/aS9vzKKxEm
- Advertisement -
— ANI (@ANI) February 20, 2023
આ તરફ મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથના ધારાસભ્ય સદા સરવણકરે રાઉતના દાવાને નકારી કાઢ્યો હતો. આ સાથે તેમણે પ્રશ્ન કર્યો કે, શું સંજય રાઉત ખજાનચી છે ? મહારાષ્ટ્રના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુધીર મુનગંટીવારે રાઉત પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ જેવી સ્વતંત્ર સંસ્થાઓને બદનામ કરવાના પ્રયાસમાં આવા પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
અમિત શાહના નિવેદન પર શું કહ્યું હતું સંજય રાઉતે ?
નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક રેલીમાં કહ્યું હતું કે, વિરોધી વિચારધારા ધરાવતા લોકો તેમના પગ ચાટવાનું પસંદ કરે છે. સંજય રાઉતે તેમના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. કહ્યું, હાલના મુખ્યમંત્રી શું ચાટી રહ્યા છે? શાહ શું કહે છે, મહારાષ્ટ્રની જનતા તેમને મહત્વ નથી આપતી? વર્તમાન મુખ્યમંત્રીને છત્રપતિ શિવાજી મહારાજનું નામ લેવાનો પણ અધિકાર નથી.”
#WATCH | The party, the leader & the dishonest group that bids Rs 50 cr for MLAs, Rs 100 cr for MPs & Rs 50 lahks to 1 cr to buy our councillors. How much it would bid to take our name & symbol, you decide? My info is Rs 2,000 Crores: Sanjay Raut, Uddhav Thackeray faction leader pic.twitter.com/QZBPnwtn7A
— ANI (@ANI) February 19, 2023
મહારાષ્ટ્રમાં રાજકીય લડાઈ ક્યારે થઈ શરૂ ?
વાત જાણે એમ છે કે, 2019ની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી સાથેનું ગઠબંધન તોડી નાખ્યું હતું. શિવસેનાએ દાવો કર્યો હતો કે, ભાજપે મુખ્યમંત્રી પદની વહેંચણીના વચનથી પીછેહઠ કરી છે. શિંદેએ બળવો કર્યો તે પહેલા ઉદ્ધવ ઠાકરેએ બાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ સાથે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધનની રચના કરી જેણે જૂન 2022 સુધી મહારાષ્ટ્ર પર શાસન કર્યું હતું.