રાજકોટમાં કાલાવડ રોડ પર મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે ત્રણ માસ અગાઉ એક સાધુએ જીએસટી કમિશનરની કારમાં તોડફોડ કરી ધમાલ મચાવી દીધા બાદ 4 સપ્ટેમ્બરે રૂરલ એસઓજીએ વાગુદળની સીમમાં આવેલ આ સાધુના આશ્રમમાં રેડ કરી હતી અને ગાંજાના છોડ કબ્જે કર્યાં હતા.ગાંધીનગર એફએસએલ ખાતેથી રિપોર્ટ આવતા મેટોડા પોલીસ મથકે ધમાલીયા સાધુ મહંત યોગી ઉર્ફે ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશકુમાર નવીનચંદ્ર ધામેલીયાસામે અંતે આશ્રમમાં ગાંજો વાવ્યાની ફરિયાદ દાખલ કરી હતી. અને તેની ધરપકડ કરવા તજવીજ કરી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયાં હતા કે, લોધીકા તાલુકાના વાગુદડ ગામની સીમમાં આવેલ શ્રીનાથજીની મઢી અખિલ ભારતવર્ષીય અવધુત આશ્રમ ખાતે ત્યાં રહેતા મહંત સાધુ દ્વારા ગાંજાનું વાવેતર કરાયું છે.
ધમાલીયા સાધુ ધરમનાથ સામે અંતે આશ્રમમાં ગાંજો વાવ્યાની ફરિયાદ દાખલ : તોળાતી ધરપકડ
Follow US
Find US on Social Medias