ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે પ્રદેશ એનએસયુઆઇ મંત્રી પ્રથમ આહિરની આગેવાનીમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીમા બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓને વારંવાર 1/2 અથવા 3 માર્ક માટે એકજ વિષયમાં બધા વિદ્યાર્થીઓને ફેઇલ કરતા હોય, રીમિડયલના વિદ્યાર્થીઓને રૂ.3500 જેવી ફી લઈને ખુલી લૂંટ ચલાવતા હોવાનો આક્ષેપ સાથે યુનિ.માં અણઘડ વહીવટના લીધે હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલમાં મુકાઈ રહ્યા છે ત્યારે ધારદાર રજૂઆત કરી આગામી સમયમાં આવું ફરીવારના થાય એની ખાત્રીના આપતા આવેદન પત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી હતી.