સાસણ ગિર અભયારણ્ય – દેવળીયા પાર્ક માટે પ્રવાસીઓએ માટે ઓફિશિયલ વેબસાઈટ કાર્યરત
સાસણ નાયબ વન સંરક્ષક દ્વારા લેખિતમાં ATS અને સાયબર ક્રાઇમ સેલને રજૂઆત
- Advertisement -
પ્રવાસીઓને ગેરમાર્ગે દોરતી અનધિકૃત વેબસાઈટો બંધ થાય તે માટે કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ સાસણ ગીર એશિયાટિક લાયન્સ સફારી બુકિંગમાં સાચી વાત પ્રવાસી અને આમ નાગરીક સુધી વહન થાય તે હેતુ માટે વન વિભાગ દ્વારા જણાવાયુ છે કે, ગીર અભયારણ્ય અને દેવળીયા ગીર પરિચય ખંડની મુલાકાત માટેની પ્રવેશ પરમીટ એડવાન્સ બુકિંગ માટે સરકારી ઓફિસિયલ વેબસાઈટ વિિંાં://લશહિશજ્ઞક્ષ.લીષફિિ.ંલજ્ઞદ.શક્ષ કાર્યરત છે આ સાઇટ પરથી બુકિંગ કરવામાં આવે છે. સરકારી ઓફિસિયલ વેબસાઈટની જાણકારી નાગરિકોને મળી રહે તે માટે બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ગુગલ સર્ચ એન્જિન ઓપ્ટીમાઈઝેશન કરવામાં આવેલ છે અને ગૂગલમાં પણ ઓફિસિયલ વેબસાઈટ પ્રથમ ક્રમે આવી શકે તે માટે એડ આપી બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે. પરમીટ ઉપર ઓફિસિયલ વેબસાઈટની વિગત દર્શાવવામાં આવે છે તેમજ તેનો ક્યુઆર કોડ પ્રિન્ટ થાય જ છે. કચેરીના તમામ પ્રકારના પત્ર વ્યવહાર માટેના લેટરહેડ ઉપર ઓફિસિયલ વેબસાઈટની વિગત લખવામાં આવે જ છે. પ્રવાસીઓને માહિતી મળી રહે તે માટે બ્રોસર આપવામાં આવે છે, જેમાં ઓફિસિયલ વેબસાઈટ ની વિગત તેમજ ક્યુઆર કોડ દર્શાવવામાં આવેલ જ છે. ઓફિસિયલ વેબસાઈટના સાઈનેજીસ બનાવી વિવિધ સ્થળે લગાવવામાં આવેલ છે. વન વિભાગની અન્ય વેબસાઇટોપ પર પણ બુકિંગની ઓફિસિયલ વેબસાઈટ ની વિગત પ્રસિદ્ધ કરવામાં આવેલ જ છે. ગીર અભયારણ્ય અને દેવળીયા ગીર પરિચય ખંડની પ્રવેશ પરમિટના બુકિંગ માટે ગુગલ સર્ચ એન્જિન પર સર્ચ કરતા ભળતા નામની પ્રવેશ પરમિટ બુકિંગ માટે ખાનગી વેબસાઈટો કાર્યરત છે. આવી સાઈટોને સરકારશ્રી કે વન વિભાગ દ્વારા કોઈ અધિકૃત કરવામાં આવેલ નથી. આ સાઈટો દ્વારા નાગરિકો સાથે બુકિંગના નામે ગેરરીતી થયાનું પ્રવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. ખાનગી વેબસાઈટો પર ગેરકાયદેસર બુકિંગના નિયંત્રણ થાય તે માટે ઓફિસિયલ વેબસાઈટ પર બુકિંગ કરવામાં નીચેની વિગતો નો સમાવેશ કરવામાં આવેલ છે.
એક જ આઈ.પી.એડ્રેસ, ઈમેલ એડ્રેસ તેમજ મોબાઈલ નંબર પરથી માસ દરમિયાન વધુમાં વધુ 6 પરમીટનું બુકિંગ થઈ શકે છે. બુકિંગ માટે પ્રવાસીએ બુકિંગ કરતા સમયે રજીસ્ટ્રેશન કરવાનું થાય છે અને જેમાં મોબાઈલ નંબર દર્શાવવાનો રહે છે. આ નંબર પર ઓ.ટી.પી.ની સુવિધા કાર્યરત છે અને ઓટોમેટીક બુકિંગ ન કરી શકાય તે માટે કેપ્ચાની સુવિધા પણ કાર્યરત છે. ખાનગી વેબસાઈટ પરથી બુકિંગ કરાવનાર પ્રવાસીઓ દ્વારા અત્રે રજૂઆત કરવામાં આવતા વખતો વખત આ ખાનગી વેબસાઈટો બંધ થાય તે માટે કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક, એ.ટી.એસ.અમદાવાદ તથા ડાયરેક્ટર જનરલ ઓફ પોલિસ, સાયબર ક્રાઇમ સેલને લેખિત ફરિયાદો કરવામાં આવેલ છે તેમ નાયબ વન સંરક્ષક વન્ય પ્રાણી વિભાગ, સાસણ ગીર દ્વારા જણાવવામાં આવેલ છે.
- Advertisement -