ASI પ્રભાત બાલસરા તથા બે અજાણ્યા પોલીસકર્મીએ હોટેલના સંચાલકને માર્યો હતો ઢોર માર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં શાપર પોલીસ દ્વારા હોટેલ સંચાલકને માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ હોટલ માલિક જાવિદભાઇ ગુર્જર દ્વારા શાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અજઈં પ્રભાત બાલસરા તથા બે અજાણ્યા પોલીસકર્મી વિરૂધ્ધ કોટડા સાંગાણી કોર્ટમાં આઇ.પી.સી.ની કલમ મુજબ કોર્ટે ફરિયાદ રજિસ્ટરે લઇ જઙ પાસેથી સમગ્ર ઘટના ક્રમનો રિપોર્ટ મંગાવતો હુકમ ફરમાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા હોટલના કર્મચારીઓને લાકડી વડે માર મારવામાં આવતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતો, ત્યારે વાયરલ થયેલા સીસીટીવી મામલે હોટલના માલિક જાવીદભાઈ દ્વારા શાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનારા પ્રભાત તેમ જ બે અજાણ્યા પોલીસ કર્મીઓ વિરુદ્ધ કોટડા સાંગાણી કોર્ટમાં આઈપીસીની કલમ 323, 504, 292, 114 તેમજ 120 (બી) મુજબ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ કરવામાં આવતા કોર્ટે ફરિયાદ રજિસ્ટર લઈ એસપી પાસેથી સમગ્ર ઘટનાક્રમનો રિપોર્ટ મંગાવતો હુકમ કર્યો છે.