એક સામાન્ય ગૂગલ કર્મચારીને સીઇઓ સુંદર પિચાઇ જેટલું વેતન મેળવવામાં 808 વર્ષ થશે
2018થી પહેલા સીઇઓ-કર્મચારીઓના પગાર વચ્ચે અંતર માપવા માટેનો કોઇ માપદંડ નથી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દુનિયાભરમાં વિપરીત આર્થિક સ્થિતિ છતાં ટેક કંપનીઓ તેમજ અન્ય મોટી કંપનીઓના ઈઊઘનો પગાર સતત વધી રહ્યો છે. એક ઈઊઘનો પગાર સામાન્ય કર્મચારીની તુલનામાં 18-20 ગણો વધારે હોય છે. ઇક્વિલારના રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં દુનિયામાં સૌથી વધુ પગાર મેળવતા ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇને પગાર અને અન્ય ભથ્થા તરીકે રૂ.1855 કરોડ મળ્યા હતા. જ્યારે સરેરાશ ગૂગલ કર્મચારીનું વાર્ષિક વેતન 2.29 કરોડ રૂપિયા છે. ગૂગલના અન્ય સામાન્ય કર્મચારીને સુંદર પિચાઇ જેટલું વેતન મેળવવામાં 808 વર્ષ લાગશે.
જો કે વર્ષ 2021માં પિચાઇનો પગાર માત્ર 51.88 કરોડ જ હતો. તેમ છતાં સામાન્ય કર્મચારીની તુલનામાં તેમનો પગાર 21 ગણો વધારે હતો. આવી જ સ્થિતિ અન્ય કંપનીઓની પણ છે. આ ઈઊઘના સેલેરી પેકેજમાં શેર્સ પણ સામેલ હોય છે. સીઇઓને ક્યારેક કંપનીના પ્લેન અને અન્ય સુવિધાઓનો ઉપયોગ કરવાની પણ છૂટ હોય છે. આ દરેક સુવિધાઓની ગણતરી કરવામાં આવે તો ઈઊઘને મળતા લાભ અનેકગણા વધી જાય છે.
સીઇઓના નિર્ણય કંપનીને ઉંચાઇ સુધી લઇ જાય છે દરેક કંપનીઓના ઈઊઘ પોતાના સામાન્ય કર્મચારીઓની તુલનામાં સરેરાશ 15 થી 20 ગણું વધારે કમાય છે પરંતુ આ જ એ પ્રોફેશનલ્સ હોય છે જેઓ કંપનીને ઉંચાઇ સુધી પહોંચાડવા માટે જવાબદાર હોય છે. તેઓના નિર્ણયને કારણે કંપનીના શેર્સમાં ઉછાળો આવે છે અને કંપનીનું મૂલ્ય પણ વધે છે, રોકાણકારોને પણ ફાયદો થાય છે. સીઇઓના ખોટા નિર્ણયથી કંપની બરબાદ થઇ જાય છે. દિવંગત અર્થશાસ્ત્રી અને મેનેજમેન્ટ ગુરુ પીટર એફ ડ્રકરે કહ્યું હતું કે મોટા ભાગના કર્મચારીઓ તેમના ઈઊઘને વધુ પગાર કેમ મળવો જોઇએ તે વાતને સારી રીતે સમજે છે. પરંતુ તેનો એક યોગ્ય ગુણોત્તર હોય તે જરૂરી છે. પરંતુ વર્ષ 2018થી પહેલા સીઇઓ અને કર્મચારીઓના પગાર વચ્ચે અંતર માપવા માટેનો કોઇ ચોક્કસ માપદંડ હતો નહીં, પરંતુ જાણકારો અનુસાર પગારમાં આટલી અસમાનતા પહેલા ન હતી. ડ્રકર અનુસાર જો તમે શોર્ટ ટર્મ પ્રોફિટનું વિચારો છો તો સીઇઓને અનેકગણો પગાર આપવામાં કંઇ જ ખોટુ નથી, સામાન્ય કર્મચારીઓના પગારને પણ એટલું જ મહત્વ મળવું જોઇએ.