મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાની દિશામાં રાજયસરકારની નેત્રદિપક કામગીરી
રાજકોટ – રાજકોટ જિલ્લા લાઇવલીહુડ મિશનના નેજા હેઠળ ૧૮૪ ગ્રામસંગઠ્ઠનોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડની ચુકવણી કરવામાં આવી છે.
રાજયસરકારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી શહેરી અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે ‘‘મિશન મંગલમ’’ અને સખીમંડળની યોજના અમલમાં મુકી છે. આ તમામ સખીમંડળના બે-બે પ્રતિનિધિઓ મળીને ગ્રામ્ય સ્તરે બનેલા ગ્રામ સંગઠ્ઠનોને મહત્તમ રૂ. ૭૦ હજારની મર્યાદામાં રહીને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવે છે, જેનો ઉપયોગ નિશ્ચિત ધારા-ધરોણોને આધીન આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓમાં જ કરવાનો રહે છે.
- Advertisement -
રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં કુલ ૨૩૦ ગ્રામ સંગઠ્ઠનોનું નિર્મણ કરાયું છે, જે પૈકી ૧૮૪ ગ્રામમસંગઠ્ઠનોને તેમની માંગણી મુજબ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ચુકવવામાં આવ્યું છે. ગોંડલ તાલુકાના ૩૨ પૈકી ૨૮ ગ્રામસંગઠ્ઠનોને, જામકંડોરણા તાલુકાના ૧૩ પૈકી ૯ ગ્રામસંગઠ્ઠનોને, કોટડાસાંગાણી તાલુકાના ૧૪ પૈકી ૧૧ ગ્રામસંગઠ્ઠનોને, લોધિકા તાલુકાના ૧૯ પૈકી ૧૭ ગ્રામસંગઠ્ઠનોને, પડધરી તાલુકાના ૧૪ પૈકી ૮ ગ્રામસંગઠ્ઠનોને, રાજકોટ તાલુકાના ૧૭ પૈકી ૧૧ ગ્રામસંગઠ્ઠનોને, ઉપલેટા તાલુકાના ૧૯ પૈકી ૧૬ ગ્રામસંગઠ્ઠનોને, ધોરાજી તાલુકાના ૧૯ પૈકી ૧૭ ગ્રામસંગઠ્ઠનોને, જેતપુર તાલુકાના ૨૨ પૈકી ૭ ગ્રામસંગઠ્ઠનોને, જસદણ તાલુકાના ૩૫ પૈકી ૩૦ ગ્રામસંગઠ્ઠનોને અને વીંછીયા તાલુકાના ૨૬ પૈકી ૨૨ ગ્રામસંગઠ્ઠનોને રાજયસરકાર દ્વારા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનું ચુકવણું કરવામાં આવ્યું છે, તેમ નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશનના જિલ્લા આસીસ્ટન્ટ પ્રોજેકટ મેનેજરશ્રી સરોજબેન મારડિયાની યાદીમાં જણાવાયું છે.



