બાન લેબના એમ.ડી. મૌલેશભાઈ ઉકાણીએ સેવાભાવી કાર્યકરોને કરાવી ધર્મયાત્રા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બાન લેબના એમ. ડી. મૌલેશભાઈ ઉકાણીએ તાજેતરમાં સેવાભાવી સંસ્થા સરગમ કલબના તમામ કમિટી મેમ્બર્સને દ્વારકાધીશ અને બેટ દ્વારકાનો પ્રવાસ કરાવ્યો હતો અને તમામ ને દ્વારકાધીશ મંદિરે ધ્વજા ચડાવવાનો લાભ આપ્યો હતો.
- Advertisement -
તા. 21/02/25 ની સાંજની છેલ્લી ધ્વજા મૌલેશભાઈ તરફથી ચડાવવામાં આવી હતી અને આ પ્રસંગે સરગમ કલબ પરિવારના 101 વ્યક્તિએ પૂજા અને માથે ધ્વજા ચડાવવાનો લાભ લીધો હતો. આ પૂર્વે વાજતેગાજતે ધર્મયાત્રા નીકળી હતી. બધા સભ્યોએ સ્વ. લાભુબેન ડાયાભાઇ ઉકાણી ભવનમાં રોકાણ કર્યું હતું. તમામ લોકોએ દ્વારકા ઉપરાંત બેટ દ્વારકા અને નાગેશ્વર ધામની પણ મુલાકાત લીધી હતી અને પૂજા-અર્ચના કરી હતી. આ ધર્મયાત્રામાં ડેલાવાળા પરિવારના બહેનો પણ જોડાયા હતા.
આ ધાર્મિક પ્રસંગોમાં સરગમના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, મૌલેશભાઇ પટેલ, સોનલબેન પટેલ, હરેશભાઈ લાખાણી, મીતેનભાઇ મહેતા, શીવલાલભાઇ રામાણી, ડો ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, જશુમતીબેન વસાણી, ડો. માલાબેન કુંડલીયા, ગીતાબેન હીરાણી, ચંદાબેન ડેલાવાળા સહીત ના બન્ને ક્લબ ના કમિટી મેમ્બર્સ જોડાયા હતા.